fbpx

કાર લાખોની પણ હરકત ચોર જેવી… થારમાં ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ફરાર થઈ ગયો ચાલક

Spread the love

કાર લાખોની પણ હરકત ચોર જેવી... થારમાં ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ફરાર થઈ ગયો ચાલક

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે, મથુરામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે રાત્રે જમુનાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર કાળા રંગની થાર ગાડીનો ચાલક ડીઝલ ભરાવ્યા પછી પૈસા આપ્યા વિના ભાગી ગયો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Mathura Thar SUV

એવું કહેવાય છે કે, રવિવારે રાત્રે પેટ્રોલ પંપ પર એક કાળા રંગની થાર ગાડી આવી હતી. વાહનમાં નંબર પ્લેટ નહોતી. ડ્રાઈવરે સામાન્ય ગ્રાહકની જેમ પેટ્રોલ પંપ સ્ટાફ પાસે ગાડીની ટાંકીમાં ફૂલ ડીઝલ ભરવાનું કહ્યું. સ્ટાફને પણ શરૂઆતમાં કોઈ શંકા ન ગઈ અને તેણે ગાડીમાં ડીઝલ ભરી દીધું.

ડીઝલ ભર્યા પછી, જ્યારે પૈસા ચૂકવવાનો સમય થયો, ત્યારે ડ્રાઈવરે અચાનક ગાડીની ઝડપ વધારી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ઘટના એટલી ઝડપથી બની કે પેટ્રોલ પંપના સ્ટાફને કંઈ સમજ જ ન પડી. જ્યારે તેને ભાન થઇ કે ખરેખર શું થયું છે, ત્યાં સુધીમાં તો થાર ગાડી ઘણી દૂર નીકળી ચુકી હતી.

Mathura Thar SUV

ઘટના પછી તરત જ, પેટ્રોલ પંપના કર્મચારીઓએ વાહનનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, થારનો ડ્રાઈવર એકદમ ઝડપ વધારીને ત્યાંથી ભાગી ગયો. અને કર્મચારીઓના હાથમાં ન આવ્યો. આ ઘટનાના કારણે પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. કેમેરામાં આખી ઘટના સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં નંબર પ્લેટ વગરનું કાળા રંગનું થાર વાહન પેટ્રોલ પંપ પર આવીને ડીઝલ ભરાવે છે અને પછી પૈસા ચૂકવ્યા વિના ઝડપથી ભાગી જાય છે. આ ઘટનાનો CCTV વીડિયો હવે વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Mathura Thar SUV

પોલીસ હવે નંબર પ્લેટ વગરના કાળા થાર વાહન અને તેના ડ્રાઈવરને શોધી રહી છે. CCTV ફૂટેજનો ઉપયોગ કરીને વાહનની ઓળખ અને તેની ગતિવિધિઓ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટના પછી પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ વધુ સતર્ક બન્યા છે. જ્યારે, હવે પોલીસનું ધ્યાન હવે તે થાર ગાડી સુધી પહોંચવા પર છે, જે આખી ટાંકીમાં ડીઝલ ભરાવ્યા પછી પૈસા ચૂકવ્યા વિના ભાગી ગઈ હતી.

Leave a Reply

error: Content is protected !!