
મહારાષ્ટ્રના નાગપુરમાં ધંતોલી સ્થિત ભગવતી મંદિરમાં મૂર્તિના ગળામાંથી સોનાની ચેઇન ચોરી થઇ જવાની ઘટનાએ ભક્તોને ચોંકાવી દીધા છે. આરોપી ભક્ત બનીને મંદિરમાં દર્શન માટે આવ્યો અને મૂર્તિના ગળામાંથી સોનાની ચેઇન લઈને ફરાર થઇ ગયો. આ સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેના કારણે પોલીસે આરોપીને જલ્દી જ પકડી લીધા હતા અને તપાસ શરૂ કરી હતી.

મહારાષ્ટ્રના નાગપુરમાં ધંતોલીમાં આવેલા ભગવતી મંદિરમાં દેવીની મૂર્તિના ગળામાંથી સોનાની ચેઇન ચોરી થઇ જવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે, આરોપી મંદિરમાં પહેલા ભક્ત તરીકે આવ્યો અને પછી દેવીના દર્શન કર્યા અને પ્રાર્થના કરી, જેના કારણે મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓને જરા પણ શંકા ન ગઈ. ત્યારપછી તેણે મૂર્તિના ગળામાંથી સોનાની ચેઇન કાઢીને ફરાર થઇ ગયો. સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 1 જૂનના રોજ બની હતી. આરોપી ભક્ત બનીને મંદિરમાં દર્શન માટે આવ્યો અને થોડીવાર મૂર્તિ સામે હાથ જોડીને ઊભો રહ્યો. ત્યારપછી તેણે મૂર્તિના ગળામાંથી સોનાનું સોનાની ચેઇન કાઢી લીધું અને ખિસ્સમાં મૂકીને ભાગી ગયો હોવાનો આરોપ છે.

જ્યારે મંદિર મેનેજમેન્ટને મૂર્તિના ગળામાંથી સોનાની ચેઇન ગુમ થયું હોવાની જાણ થઈ, ત્યારે મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી. ફૂટેજના આધારે, ધંતોલી પોલીસે તપાસ શરૂ કરી, અને મુખ્ય આરોપી, 24 વર્ષીય ઇરફાન હમીદ શેખ અને તેના કથિત સાથી, 22 વર્ષીય શોએબ જાવેદ શેખની પણ અટકાયત કરી હતી.

ધંતોલી પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને તપાસ શરૂ કરી. તાપસ દરમિયાન તેમનું કહેવું છે કે, CCTV ફૂટેજથી આરોપીઓને ઓળખવામાં અને ટૂંકા સમયમાં ઝડપથી કેસ ઉકેલવામાં મદદ મળી. હાલમાં, ચોરાયેલા સોનાના સોનાની ચેઇનની વાસ્તવિક કિંમતનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, બંને આરોપીઓ આ અગાઉ આવી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં. આ ઘટના પછી, ભક્તો અને મંદિર મેનેજમેન્ટમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. ભક્તોએ ધાર્મિક સ્થળો પર દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ પણ શરૂ કરી છે. આ મામલાની વધુ તપાસ પોલીસ કરી રહી છે.