fbpx

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો….પગાર 18000થી વધીને 69000 થશે

Spread the love

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો અને ભલામણોને અંતિમ સ્વરૂપ આપશે, ત્યારપછી પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની અપેક્ષા છે. ત્યારપછી, કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર, DA ભથ્થા અને બાકી રકમમાં ખુબ મોટા ફેરફારો જોવા મળશે. કારકુનથી લઈને IAS અધિકારીઓ સુધીના પગારમાં ખુબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળશે.

8th-Pay-Commission1

કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં વધારો: 8મા પગાર પંચની ભલામણોના લાગુ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં ખુબ મોટા ફેરફાર થઈ શકે છે. હકીકતમાં, કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની માંગ કરી રહ્યા છે. જો સરકાર યુનિયનની માંગણી સ્વીકારે અને 3.83ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે, તો મૂળ પગાર 18000 રૂપિયાથી સીધો વધીને 68949 રૂપિયા થઈ જશે. આ વધારાને કારણે કુલ પગાર કેટલો વધશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. અહીં તમને બતાવી દઈએ કે, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. હવે, તેને વધારીને 3.83 કરવાની માંગ ઉઠી છે.

8th-Pay-Commission2

ફિટમેન્ટ ફેક્ટર પગાર પંચની ભલામણોનો એક મહત્વપૂર્ણ તત્વ છે, જેના આધારે મૂળભૂત પગાર અને પેન્શન માળખા નક્કી કરવામાં આવે છે. તે આ ગણતરીઓમાં ગુણક તરીકે કાર્ય કરે છે. આ વખતે, કર્મચારી સંગઠનો આ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ 1.92થી 3.83 સુધી વધારો કરવાની માંગ કરી રહ્યા છે. જો પગાર પંચ યુનિયનોની માંગણી સ્વીકારે અને તેને મહત્તમ 3.83 સુધી વધારી દે, તો કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર 283 ટકા વધશે. જો કમિશન ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા પર રાખે, તો પણ 7મા પગાર પંચની જેમ, મૂળ પગાર 46,260 રૂપિયા સુધી પહોંચશે. 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર, 18000 રૂપિયાનો મૂળ પગાર સીધો વધીને 68940 રૂપિયા થઇ જશે.

જો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરે છે, તો માત્ર મૂળ પગાર જ નહીં, પરંતુ HRA, TA અને DA પણ વધશે. આ બધું 8મા પગાર પંચની ભલામણો પર આધારિત છે. કમિશને તેનું ઔપચારિક મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન સુધી લંબાવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કમિશનના અધ્યક્ષ છે.

8th-Pay-Commission4

પગાર પંચની રચના નવેમ્બર 2025માં કરવામાં આવી હતી. કમિશનને તેની ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ કે કમિશન આવતા વર્ષના મધ્ય સુધીમાં તેની ભલામણો રજૂ કરશે. 7મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2025માં સમાપ્ત થયો હતો, તેથી 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે. ભલે ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની ધારણા હોય, પરંતુ હજુ તેમાં વાર લાગશે. કમિશનને તેના પ્રસ્તાવો તૈયાર કરવા માટે વધુ  સમયની જરૂર પડશે. સરકારે કમિશનને 18 મહિનાનો સમય પહેલેથી જ આપી દીધો છે. પરિણામે, કર્મચારીઓને આશા છે કે તેમને 15 મહિનાના વધેલા પગારની બાકી રકમ મળી શકે છે. જો આવું થાય, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરના આધારે રૂ. 5 લાખથી રૂ. 14 લાખ સુધીની બાકી રકમ મળી શકે છે.

Leave a Reply

error: Content is protected !!