fbpx

સુરતમાં બનશે દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન

Spread the love

સુરતમાં બનશે દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન

સુરતના ટેક્સ્ટાઈલ વેપારીઓ માટે હવે આનંદના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પહેલુ ટેક્સ્ટાઈલ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યુ છે. જેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. કરોડો રુપિયાના કાપડો વેપાર અને સુરક્ષાને વધુ સારી બનાવવા કાયદાકીય રક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે શહેરમાં દેશના પ્રથમ સમર્પિત ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે.

TV9 ગુજરાતીના અહેવાલ મુજબ, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે. આગામી દિવસોમાં જગ્યા નક્કી કરી ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન ઉભુ કરવામાં આવશે. સલાબતપુરા, મહિધરપુરા, વરાછા, પૂના, સારોલી, ગોધરા અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાપડના વેપારને લગતી બધી ફરિયાદો હવે આ ખાસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. સરકાર આગામી એકથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની યોજના છે.

surat-textile-police-station1

ઉલ્લેખનીય છે કે, સુરત ટેક્સટાઈલના વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન માટે માંગણી કરી રહ્યા હતા. આ પોલીસ સ્ટેશન બની જવાથી ટેક્સટાઇલ વેપારીઓને રાહત મળશે કારણ કે તેમની ફરિયાદો અને સમસ્યાનો નિકાલ માત્ર એક જ એક જ છત નીચે લાવવામાં આવશે. હાલના સમયમાં કાપડ વેપાર સાથે જોડાયેલ છેતરપિંડીની ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતી હતી. આનાથી એક જ આરોપી સામે દાખલ થયેલા અનેક કેસોના રેકોર્ડ એકત્રિત કરવાનું મુશ્કેલ બને છે. નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બધી ફરિયાદોનો કેન્દ્રિય રેકોર્ડ જાળવશે, જેનાથી કોઈપણ આરોપી સામે દાખલ થયેલા કેસોની બધી માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેનાથી કાર્યવાહી સરળ અને ઝડપી બનશે.

વેપારીઓનું માનવું છે કે, આનાથી છેતરપિંડી જેવા કેસ મામલે તપાસ જલ્દી થશે. ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું સરળ બનશે. તેમજ વારંવાર ગુના કરનારા આરોપી પર બાજ નજર રાખવામાં આવશે. આ સાથે વેપારીઓનો સમય અને ખર્ચ બંને વધશે. કાપડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે, આ પગલું સુરતના મોટા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગને વધુ સુરક્ષિત અને સંગઠિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે.

surat-textile-police-station2

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા) ના અધ્યક્ષ કૈલાશ હાકિમ અને સચિવ દિનેશ કટારિયાએ જણાવ્યું કે સંગઠન છેલ્લા ત્રણ વર્ષથી આ માંગ સરકાર પાસે કરી રહ્યું હતું. તેમનું કહેવું છે કે દેશમાં પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનની સ્થાપનાથી કપડા વેપારીઓને મોટી રાહત મળશે અને છેતરપિંડીના મામલામાં તત્કાલ કાર્યવાહી સંબંધ થઈ શકશે.

Leave a Reply

error: Content is protected !!