fbpx

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Spread the love

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો સંકલ્પ લેતા 50 થી 55 મોબાઇલ ફોન તોડી નાખ્યા હતા. ગામની ઓળખ સાયબર ક્રાઇમના હોટસ્પોટ તરીકે થઇ હતી. આ છબી બદલવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નૂહના પોલીસ અધિક્ષક ડૉ. અર્પિત જૈનના નેતૃત્વમાં એક ખાસ જાગૃતિ અભિયાન દ્વારા લોકોને ગુના છોડી દેવા અને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી ઘણા યુવાનોને પ્રેરણા મળી હતી. યુવાનોએ ગુનાહિત સંબંધો અને પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લેતા તેમના ફોનમાં આગ લગાવી દીધી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ઘટનાના સમયના DSP અભિષેક ખટકર અને નગીના પોલીસ સ્ટેશનના પ્રભારી સચિન કુમાર પણ હાજર હતા; ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો ઇંટોથી ફોન તોડી રહ્યા છે.

smartphones2

DSPએ યુવાનોના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, પોલીસનો ઉદ્દેશ્ય ફક્ત ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નથી, પરંતુ તેમને સુધારાની તક આપવાનો પણ છે. પોલીસ ગુનાનો માર્ગ છોડીને સામાન્ય જીવન જીવવા માંગે છે તે લોકોને શક્ય તેટલો સહયોગ આપવા તૈયાર છે.

આમીર નામના એક ગ્રામવાસી એ કહ્યું કે, 55-100 લોકોએ જવાબદારી લીધી છે. જે પણ વ્યક્તિ સાયબર છેતરપિંડીનું કામ કરે છે, તે તેને છોડી દેશે. જો કોઈ ફરીથી તેમાં સામેલ થશે, તો તમામની જવાબદારી રહેશે. સાયબર છેતરપિંડીથી બદનામી થઇ રહી છે. અમારી દુકાનમાં જ્યારે કોઇ વ્યક્તિ આવતી, ત્યારે હું તેમને કહેતો, ‘ભાઈ, કૃપા કરીને યોગ્ય ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરજો.’ તો, અમને પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, કારણ કે ખાતા વગર બ્લોક થઈ જાય છે.

smartphones1

બીજા એક ગ્રામીણ ઝુબેરે કહ્યું કે, ગામનું નામ ખરાબ થઈ રહ્યું હતું. ધોરણ 12 પૂર્ણ કરનારા યુવાનો 20 વર્ષ પાછળ રહી ગયા. જે લોકો અભ્યાસ કરી રહ્યા હતા તેઓએ શાળા છોડી દીધી. પરિણામે શિક્ષણનું નુકસાન થયું. હું બાળકોને કહીશ કે તેઓ જે કંઈ ખોટું કરી રહ્યા છે તે છોડી દો.

ધ ટ્રિબ્યૂન ઈન્ડિયાએ આ બાબતે સુખપુરીના સરપંચ કૌસર સાથે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે ગામમાં સ્માર્ટફોન ‘ઝેર’ની જેમ ફેલાઈ રહ્યા છે, જે યુવાનોને ફિશિંગ, સેક્સટોર્શન અને નાણાકીય છેતરપિંડીના જાળમાં ફસાવી રહ્યા છે. ગામને ‘સાયબર ક્રાઈમ હોટસ્પોટ’ બનાવી દીધું હતું, અને પોલીસ વારંવાર આ વિસ્તારમાં આવતી-જતી રહે છે. યુવાનોના લગ્ન નથી થઇ શકતા. આ નિર્ણય દ્વારા અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આપણો સમુદાય ગુનાની દુનિયામાં મળતા સરળ પૈસા કરતા સખત મહેનત અને પ્રામાણિકતાને પસંદ કરે છે.

કેટલાક યુવાનો આ નિર્ણયથી નારાજ છે, તેમનું કહેવું છે કે આવા પગલાથી આર્થિક પ્રગતિ અટકી જશે અને સમગ્ર પ્રદેશ દાયકાઓ પાછળ ધકેલી દેશે. તો, વિદ્યાર્થીઓ ચિંતિત છે કે જો તેમને બેઝિક કીપેડ ફોનનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવશે, તો તેઓ આવશ્યક શૈક્ષણિક સંસાધનો, ઓનલાઈન વર્ગો અને શિષ્યવૃત્તિ પોર્ટલથી દૂર રહી શકે છે.

Leave a Reply

error: Content is protected !!