fbpx

‘પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

Spread the love

'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

કોઈનો જીવ બચાવવા માટે પોતાના અંગોનું દાન કરવું એ એક મોટો નિર્ણય હોય છે. અમેરિકાની ડેબી સ્ટીવન્સ નામની એક મહિલા કર્મચારીએ પણ આવું જ પગલું ભર્યું. તેણે તેની બોસ, જેકી બ્રુસિયાને મદદ કરવા માટે પોતાની કિડનીનું દાન કરવાનું નક્કી કર્યું.

આ ઘટના 2011 ની છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, તેણે ફરી એકવાર ચર્ચા જગાવી છે. જ્યારે ડેબીની વાર્તા માનવતા અને મદદનું ઉદાહરણ દર્શાવે છે, ત્યારે તે પછી બનેલી ઘટનાઓએ વિચારવા માટે મજબુર કરી દીધું.

Woman-Fired-From-Job2

સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, ડેબીની કિડની તેના બોસ, જેકી માટે સીધી મેચ નહોતી. આ છતાં, ડેબી કિડની દંડં કરવા માટે મક્કમ રહી અવિશ્વસનીય રહી. તેણે પેર્ડ કિડની એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લીધો. આ સિસ્ટમ હેઠળ, જો કોઈ દાતાની કિડની કોઈ ચોક્કસ દર્દી માટે મેચ ન હોય, તો તેઓ તેમની કિડની બીજા જરૂરિયાતમંદ દર્દીને દાન કરી શકે છે. તેના બદલે, તે દર્દી માટે બીજા યોગ્ય દાતા પાસેથી કિડનીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ જ પ્રક્રિયા દ્વારા, જેકી બ્રુસિયા પણ યોગ્ય કિડની ડોનરને શોધી શક્યા, જેના કારણે તેમનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું. તે સમયે ડેબીના નિર્ણયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, વાર્તાનો બીજો ભાગ તદ્દન અલગ હતો.

કિડની દાન કર્યા પછી, ડેબીને રિકવરી આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સર્જરી પછી શરીરને સામાન્ય થવામાં થોડો સમય લાગે છે, અને ડેબીને પણ પીડા અને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને તેના ડોકટરોની સલાહ મુજબ આરામ અને રજાની જરૂર હતી. જોકે, ડેબીએ આરોપ લગાવ્યો કે, તેની કંપની અને બોસે તેની પરિસ્થિતિને સમજવાને બદલે, તેની વધારે રજાઓ લેવાને કારણે ગુસ્સે થઇ ગયા. તેણે કહ્યું કે જે મદદ કરવા માટે તેણે તેના સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યું, ત્યાર પછી તેને ઓફિસમાં કોઈ સહકાર મળ્યો નહીં.

Woman-Fired-From-Job3

ડેબીએ આરોપ લગાવ્યો કે તેના બોસ, જેકી બ્રુસિયા, તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. તેણે દાવો કર્યો કે તેની રિકવરી માટે રજા લેવા બદલ તેને ટોણા મારવામાં આવ્યા હતા. ડેબીના જણાવ્યા મુજબ, તેને એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે, તે કામથી બચવા માટે રજા લઈ રહી છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, ઓફિસનું વાતાવરણ તેના માટે મુશ્કેલ બનાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ત્યાર પછી તેનું ટ્રાન્સફર તેના ઘરથી લગભગ 50 માઇલ દૂર એક જગ્યાએ કરી દેવામાં આવ્યું. ડેબીએ આને તેની વિરુદ્ધમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું.

જ્યારે ડેબીએ તેની કથિત દુર્વ્યવહાર વિશે ફરિયાદ કરી, ત્યારે મામલો વધુ વકર્યો હતો. તેણે કંપની મેનેજમેન્ટ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો. ડેબીએ આરોપ લગાવ્યો કે, ફરિયાદ કર્યા પછી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારપછી તેણે આ નિર્ણયને પડકાર્યો, અને આ મામલો કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો. તે સમયે આ કેસ USમાં વ્યાપકપણે ચર્ચામાં હતો, જેમાં ઘણા લોકો તેને ઓફિસમાં કર્મચારીઓ સાથેના વર્તન અને અધિકારો સાથે જોડતા હતા.

Woman-Fired-From-Job

ડેબી અને કંપની વચ્ચે કાનૂની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી. અંતે, 2014માં, બંને પક્ષો વચ્ચે એક ગુપ્ત સમાધાન થયું. આ સમાધાનની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી ન હતી. ત્યારપછી આ મામલો ઉકેલાઈ ગયો, અને કોઈ પણ પક્ષે વિવાદને આગળ ધપાવ્યો નહીં.

આ જૂની બાબત વાયરલ થયા પછી, લોકો તેના વિશે વિવિધ મંતવ્યો આપી રહ્યા છે. કેટલાક દલીલ કરે છે કે, ડેબીએ જે કર્યું તે માનવતાનું એક મહાન ઉદાહરણ હતું અને તેની સાથે સંવેદનશીલતાથી વર્તવું યોગ્ય હતું. જ્યારે, અન્ય લોકો માને છે કે કોઈપણ ઓફિસના મામલાની પરિસ્થિતિમાં, બંને પક્ષોએ આ આખી વાતની રજૂઆત કરવી જરૂરી છે. આ વાર્તા આજે પણ એટલા માટે સમાચારમાં રહી છે કે, તે કોઈકનું જીવન બચાવવા માટે આપેલા બલિદાનની વાત દર્શાવે છે, જ્યારે બીજી બાજુ, તેમાં નોકરી અને ઓફિસના સંબંધો સંબંધિત વિવાદ શામેલ છે. ડેબી સ્ટીવન્સનો કિસ્સો ચોક્કસપણે એ પ્રશ્ન ઉઠાવે છે કે, ઓફિસના કર્મચારીએ કરેલી મદદ અને તેના સમર્પણનું કેટલું મૂલ્ય હોવું જોઈએ. છેવટે, દરેક સંસ્થા માટે માનવતા અને વ્યાવસાયિક જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.

Leave a Reply

error: Content is protected !!