fbpx

ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

Spread the love

ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટી છોડ્યા પછી દેશની સરકારો પર તીખા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે ભારતના મધ્યમ વર્ગને ધોળા દિવસે લૂંટવામાં આવી રહ્યો છે. શું તેઓ જે ટેક્સ ચૂકવે છે તેના પ્રમાણમાં તેમને સુવિધાઓ મળે છે? પૂનાવાલાએ પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે ભારતનો મધ્યમ વર્ગ ATM બની ગયો છે. રાષ્ટ્રીય સમાચાર ચેનલો પર ભાજપની નીતિઓનો બચાવ કરનારા પૂનાવાલાએ કહ્યું કે જ્યાં સુધી આપણને વિશ્વસ્તરીય સુવિધાઓ મળી જતી નથી ત્યાં સુધી પગારદાર મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત ટેક્સ નાબૂદ કરવાનો સમય આવી ગયો છે.

શહેઝાદ પૂનાવાલાએ 17 ઓગસ્ટ, 2026ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના X એકાઉન્ટ પર રાજીનામાનો પત્ર પોસ્ટ કર્યો હતો. પાર્ટી છોડવાના થોડા કલાકો પહેલા તેમણે મધ્યમ વર્ગ પર લાદવામાં આવતા આવકવેરો અને દેશમાં રસ્તાઓ, શાળાઓ અને આરોગ્યસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. X પર એક વીડિયો બનાવીને આ પ્રશ્નો પૂછ્યા હતા.

5

પૂનાવાલાએ દેશની સ્કૂલિંગ સિસ્ટમ અને હેલ્થ સિસ્ટમ વિશે તીખા પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે પરિવારોને ઘણીવાર તેમના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓ અને તેમના માતા-પિતાની તબીબી સારવાર માટે ખાનગી હોસ્પિટલો પર આધાર રાખવો પડે છે. તેમણે કહ્યું કે, જ્યારે તમારે તમારા બાળકને શાળામાં મોકલવા હોય છે, ત્યારે તે હંમેશાં ખાનગી શાળા હોય છે. જ્યારે તમારે તમારા માતા-પિતાને હોસ્પિટલમાં મોકલવા હોય છે, ત્યારે તે હંમેશાં ખાનગી હોસ્પિટલ જ હોય છે.

તેમણે 18 ઓગસ્ટના રોજ X પર એક ટ્વીટ કરીને ફરીથી પૂછ્યું. તેમણે X પર લખ્યું કે, મધ્યમ વર્ગ બધી સરકારોને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. જો આપણે વૈશ્વિક ધોરણો અનુસાર ટેક્સ ચૂકવીએ છીએ, તો શું આપણને વૈશ્વિક ધોરણની સુવિધાઓ મળે છે? જેમ કે આપણી સરકારી શાળાઓ, રસ્તાઓ, શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા અને પીવાનું સ્વચ્છ પાણી? સરકારોએ આનો જવાબ આપવો જ જોઇએ.

6

તેમણે કહ્યું કે વ્યક્તિગત આવકવેરો, GST, ટોલ, સેસ, ફ્યૂલ ટેક્સ અને લોકલ ટેક્સ. આટલી વસ્તુ જનતા ચૂકવે છે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાએ કહ્યું કે, મને ફાળો આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ આ બધું ચૂકવ્યા પછી, બદલામાં મને શું મળે છે? તેમણે પૂછ્યું કે ભારતના મધ્યમ વર્ગ પાસે સિંગાપોર જેવી વ્યવસ્થા કેમ ન હોઈ શકે? ઓછા ટેક્સ, સારા રસ્તા, શ્રેષ્ઠ પરિવહન અને સારી નાગરિક માળખાગત સુવિધા. ભારતની જનતાને દરેક પ્રકારનો ટેક્સ વસૂલનારી દરેક ઓથોરિટી ટેક્સના રૂપમાં વસૂલવામાં આવેલા એક-એક રૂપિયા માટે જવાબદારી જોઇએ.

Leave a Reply

error: Content is protected !!