fbpx

PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

Spread the love

PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

તાજેતરના ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મુજબ, PM Cares ફંડ પાસે 2024-25 નાણાકીય વર્ષના અંતે ₹8,452 કરોડની રકમ હતી. નાણાકીય વર્ષ પૂર્ણ થયાના એક વર્ષ કરતા વધુ સમય પછી જાહેર કરવામાં આવેલી માહિતીથી જાણવા મળે છે કે ફંડના બેલેન્સનો આશરે 93% હિસ્સો ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવામાં આવ્યો હતો. ઓડિટ સ્ટેટમેન્ટ પર ઓગસ્ટ 2026માં હસ્તાક્ષર કરાયેલ ફંડની આવક, ખર્ચ અને બેંક હોલ્ડિંગ્સની વિગતો આપવામાં આવી છે.

PM Cares ફંડે 2024-25 શરૂઆત પોતાના એકાઉન્ટમાં આશરે ₹7,173 કરોડના બેલેન્સ સાથે કરી હતી. વર્ષ દરમિયાન તેને સ્થાનિક અને વિદેશી દાનમાં લગભગ ₹480 કરોડ મળ્યા હતા. એ  દરમિયાન ફંડે વ્યાજમાંથી લગભગ ₹475 કરોડની કમાણી કરી હતી, જેમાં ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ₹469.37 કરોડ અને બચત ખાતાઓમાંથી ₹5.77 કરોડનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થાય કે વર્ષ દરમિયાન મળેલી વ્યાજની આવક લગભગ નવા સ્થાનિક યોગદાન જેટલી જ હતી. 31 માર્ચ, 2025 સુધીમાં ફંડ પાસે ફિક્સ ડિપોઝિટમાં ₹7846.65 કરોડ અને બચત બેંક ખાતાઓમાં ₹605.41 કરોડ હતા.

Pm-cares1

આટલું મોટું ભંડોળ હોવા છતા ફંડે 2024-25 દરમિયાન ફક્ત ₹87.85 લાખનો ખર્ચ થયો હતો. લગભગ આખી રકમ ₹87.84 લાખ ‘PM Cares ફોર ચિલ્ડ્રન સ્કીમ’ હેઠળ ખર્ચવામાં આવી હતી, જ્યારે ₹451 બેંક અને SMS ચાર્જ માટે ખર્ચ થયો હતો. સ્ટેટમેન્ટમાં અમલીકરણ એજન્સીઓ તરફથી ₹324.66 કરોડનું રિફંડ પણ નોંધાયું છે; પરંતુ, સામેલ એજન્સીઓ, જે પ્રોજેક્ટ્સ માટે શરૂઆતમાં ભંડોળ જાહેર કરવામાં આવ્યું હતું, અથવા રિફંડના કારણો અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

માહિતીના વિલંબ અને ઓછા ખર્ચને કારણે એક્ટિવસ્ટ અને નાણાકીય નિષ્ણાતોએ ફરી એકવાર પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે પ્રશ્ન કર્યો કે વાસ્તવિક ખર્ચ ઓછો હોવા છતા આટલી મોટી રકમનું રોકાણ કેમ રહ્યું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે પણ ઓડિટના સમય અને ઓનલાઈન માહિતીમાં વિગતવાર સ્પષ્ટીકરણ નોંધો ન હોવા પર સવાલ ઉઠાવ્યા છે.

Pm-cares3

PM Cares ફંડની સ્થાપનાને માર્ચ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન કટોકટીની પરિસ્થિતિઓ, આપત્તિઓ અને જાહેર આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવી હતી. તેની સ્થાપના પછીથી તેની પારદર્શિતા અને જવાબદારી અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે. સરકારનું કહેવું છે કે PM Cares એક સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે જે સ્વૈચ્છિક યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે ‘નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ’ જેવા સરકારી ભંડોળથી અલગ છે.

Leave a Reply

error: Content is protected !!