fbpx

પેટ્રોલ પંપ પર E10 પેટ્રોલ પાછું લાવવા અંગે સરકારે ચર્ચા શરૂ કરી; પરંતુ એક મોટી સમસ્યા નડી રહી છે!

Spread the love

પેટ્રોલ પંપ પર E10 પેટ્રોલ પાછું લાવવા અંગે સરકારે ચર્ચા શરૂ કરી; પરંતુ એક મોટી સમસ્યા નડી રહી છે!

ભારતમાં ઇથેનોલ આધારિત E20 પેટ્રોલ અંગે મોટો વિવાદ ચાલી રહ્યો છે. જેમના વાહનો એપ્રિલ 2023 પહેલા બનાવવામાં આવ્યા છે તેઓ સૌથી વધુ ચિંતિત છે. આ વાહનો હજુ સુધી E20 પેટ્રોલનો ઉપયોગ કરવા સક્ષમ નથી. તેથી, પેટ્રોલ પંપો દ્વારા E20 ઉપરાંત જૂનું E10 પેટ્રોલ ઓફર કરવાની માંગ વધી રહી છે. કેન્દ્ર સરકારે વિવિધ કારણોસર આ માંગને સતત નકારતી રહી છે. જો કે, હવે એવું લાગે છે કે સરકાર અને તેલ ઉદ્યોગ એકસાથે E10 પેટ્રોલ પૂરું પાડવાની શક્યતા શોધી રહ્યા છે.

મીડિયા સૂત્રોએ સરકારના વિશ્વસનીય સૂત્રોનો ઉલ્લેખ કરીને અહેવાલ આપ્યો છે કે, E10 પાછું લાવવા અંગે સરકાર અને ઉદ્યોગ વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. આ પ્રયાસ એવા સમયે થયો છે, જ્યારે E20 જૂના વાહનોનું માઇલેજ ઘટાડી રહ્યું છે અને તેમના એન્જિનને નુકસાન પહોંચાડી રહ્યું છે તેવા દાવાઓ સપાટી પર આવ્યા છે. જો કે, કેન્દ્ર સરકારે સતત આ દાવાઓને નકારી કાઢ્યા છે.

આ સમસ્યા એવા લાખો લોકોને પરેશાન કરી રહી છે, જેમની બાઇક અને ટુ-વ્હીલર E20ને સપોર્ટ કરતા નથી. તેથી, E20ની સાથે E10 પેટ્રોલ પણ પૂરું પાડવાની માંગ વધી રહી છે.

E10 Petrol0

હવે એવું લાગે છે કે, સરકાર ઇથેનોલ આધારિત પેટ્રોલ પરના વિવાદને ઓછો કરવાના મૂડમાં છે. વાટાઘાટોના દરવાજા ખુલી ગયા છે. સૂત્રો સૂચવે છે કે આ ચર્ચાઓ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે, જે જૂના વાહનોના માલિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. ચર્ચાઓમાં દેશની જટિલ ઇંધણ છૂટક સપ્લાય ચેઇનના તમામ તકનીકી અને બિન-તકનીકી પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી કોઈ ઠોસ પરીણામ આવ્યું નથી.

ઓઇલ ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પેટ્રોલના બે મૂળ પ્રકારો, E10 અને E20ને એકસાથે ઉપલબ્ધ કરાવવા એ ‘સહેલું અને સરળ’ કામ નથી. તેમાં ઘણી મુશ્કેલીઓ હશે. અહેવાલ મુજબ, તેલ ઉદ્યોગના આ અધિકારીએ કહ્યું, ‘આ એક નવું પેટ્રોલ વેરિઅન્ટ રજૂ કરવા જેવું હશે, અને તે પણ મોટી માત્રામાં. બેઝ ફ્યુઅલ (E20) ઉપરાંત, અમારી પાસે 2 કે 3 પ્રીમિયમ પેટ્રોલ વેરિઅન્ટ છે, પરંતુ તેમનો વપરાશ બેઝ પેટ્રોલ કરતા ઘણો ઓછો છે, તેથી E20 સાથે આવા ઇંધણનો થોડો જથ્થો પૂરો પાડવો ખૂબ મુશ્કેલ નથી. જો કે, જો E10 મોટી માત્રામાં (પેટ્રોલ પંપ પર) સપ્લાય કરવો હોય, તો તેને લગભગ સમાંતર સપ્લાય ચેઇન બનાવવાની જરૂર પડશે, કારણ કે હાલની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે E20 તરફ થઇ ગઈ છે.’

બધા પેટ્રોલ પંપ પર ફક્ત E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવાના નિર્ણયનો જોરદાર વિરોધ થયો. મોદી સરકાર પોતાના નિર્ણયથી પાછળ હટી નહીં. સરકારે જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ પંપ એક કે બે ભૂગર્ભ ઇંધણ ટાંકીઓ સાથે કામ કરે છે.

જો E10 રજૂ પણ કરવામાં આવે છે, તો સિંગલ ટાંકીઓને બદલે ડબલ ટાંકીઓ બનાવવી પડશે. સપ્લાય ચેઇન નવેસરથી શરૂ કરવી પડશે. સપ્લાય દરમિયાન E10 અને E20 ભળી ન જાય તેની ખાતરી કરવી પણ જરૂરી રહેશે. આ કારણો સરકારે આપ્યા છે.

E10 Petrol0

જોકે, તાજેતરમાં, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA), V. અનંત નાગેશ્વરન, પોતે E10 પેટ્રોલની રજૂઆતની હિમાયત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, ઇથેનોલ તરફ આગળ વધ્યા તો, ખોરાક, પાણી અને જમીનના ઉપયોગ પર અસર પડશે. તેમણે દલીલ કરી હતી કે, જૂના વાહનો માટે E10ને વિકલ્પ તરીકે ઓફર કરવું અને કાળજીપૂર્વક E20 તરફ આગળ વધવું એ એક સારો અભિગમ હશે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પણ તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસા સત્રમાં સાંસદોના પ્રશ્નોના જવાબમાં પોતાની વાતને ફરીથી કહી હતી કે, ‘…જો સ્વચ્છ, ઝડપી અને ઓછું પ્રદૂષિત બળતણ અસ્તિત્વમાં હોય, તો આપણે જાણી જોઈને હલકી ગુણવત્તાવાળા વિકલ્પ કેમ પસંદ કરીશું? દરેક પેટ્રોલ પંપે એક સાથે શુદ્ધ પેટ્રોલ, E10 અને E20નો સ્ટોક રાખવો જોઈએ તે સૂચન પણ ભારતના બળતણ વિતરણ નેટવર્કની વાસ્તવિકતાને અવગણે છે. ભારતમાં 100,000થી વધુ રિટેલ આઉટલેટ્સ છે, જે રિફાઇનરીઓ, ટર્મિનલ્સ, ડેપો અને પાઇપલાઇન્સના વિશાળ નેટવર્ક દ્વારા સમર્થિત છે. આ વિશાળ સપ્લાય ચેઇનમાં બેઝ પેટ્રોલના બહુવિધ ગ્રેડ જાળવવાથી ખુબ મોટો લોજિસ્ટિકલ પડકાર ઊભો થશે, તેને સાચવવાના ખર્ચમાં વધારો થશે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જટિલ બનશે અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં ઘટાડો થશે.’

મંત્રાલયે 10 જુલાઈના રોજ એક FAQમાં આ વાત કહી હતી. આમાં, મંત્રાલયે પેટ્રોલ પંપ પર અનેક ગ્રેડનું પેટ્રોલ ઓફર કરવાના વિચારને નકારી કાઢ્યો હતો. તેલ ઉદ્યોગ સાથે સરકારની ચર્ચાનું શું પરિણામ આવશે તે જોવાનું બાકી છે.

Leave a Reply

error: Content is protected !!