

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મહારાષ્ટ્રમાં મતદાર યાદીની ચકાસણીમાં મોટી સંખ્યામાં એવા મતદારો સામે આવ્યા યો છે જેમના નામ બે જગ્યાએ નોંધાયેલા છે અથવા જેમની વિગતો ચકાસી શકાઈ નથી. રાજ્યમાં 17 લાખ 63 હજાર બે નામ ધરાવતા મતદારો છે, જ્યારે 75 લાખ 52 હજાર મતદારોની માહિતી મળી શકી નથી.
આ ઉપરાંત કુલ, 2 કરોડ 7 લાખથી વધુ મતદારોને ‘અનકલેકટેબલ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ મતદારો માટે SIR ગણતરી ફોર્મ વિવિધ કારણોસર સબમિટ કરી શકાયા નથી. તેમાં ઘરે ન મળેલા મતદારો, કાયમી રીતે સ્થળાંતર કરનારા લોકો, મૃત મતદારો, બે નામ ધરાવતા મતદારો અને અન્ય શ્રેણીના મતદારોનો સમાવેશ થાય છે.
SIR હેઠળ મતદાર ગણતરી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય દ્વારા મંગળવારે અંતિમ SIR આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના કુલ 9 કરોડ 78 લાખ મતદારોમાંથી 7 કરોડ 71 લાખ મતદારોના SIR ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે એટલે કે રાજ્યના 78.85 ટકા મતદારોએ SIR પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો 2 કરોડથી 7 લાખથી વધુ મતદારના ફોર્મ જમા થયા નથી,જે કુલ મતદારોના 21.15 ટકા છે.
1. બે નામ વાળા: 17 લાખ 63 હજાર એટલે કે અંદાજે 1.80% મતદારો
2. ઘરે ન મળેલા: 75 લાખ 52 હજાર 7.72%
3. કાયમી સ્થળાંતર: 67 લાખ 80 હજાર 7.85%
4. મૃત મતદારો: 34 લાખ 81 હજાર 3.56%
5. અન્ય: 2 લાખ 23 હજાર 0.23%
6. કુલ: 2 કરોડ 7 લાખ 21.15%
ચૂંટણી પંચ તરફથી 24 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરાશે. જે મતદારોના નામ આ યાદીમાં નથી તેઓ આગામી મહિના દરમિયાન તેમના નામનો સમાવેશ કરવા માટે ફોર્મ-6 સબમિટ કરી શકશે. હાલમાં ‘અનકલેક્ટેબલ’ યાદીમાં રહેલા મતદારો પણ ફોર્મ-6 સબમિટ કરીને મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરવા માટે અરજી કરી શકશે.