

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને કાલે પશ્ચિમ બંગાળના સિલિગુડીની બે દિવસની યાત્રાએ છે. આ યાત્રાનું મુખ્ય ફોકસ રાષ્ટ્રીય સરહદ સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા પર છે. સિલિગુડી એ જ વિસ્તાર છે, જેને ‘ચિકન નેક’ કહેવામાં આવે છે એટલે કે આશરે 60 કિમી લાંબો અને 22 કિમી પહોળો સાંકડો ગલિયારો, જે દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે અને તેની ચારે બાજુ ચીન, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદો છે. આ જ કારણ છે કે બધાની નજર અમિત શાહની યાત્રા પર છે.
સિલિગુડી કોરિડોરને સામાન્ય રીતે ‘ચિકન નેક’ કહેવામાં આવે છે. ભારતના નકશામાં, તે આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે રોડ અને રેલ દ્વારા જોડતો એક અત્યંત સાંકડો ભૂ-ભાગ છે. આ ગલિયારાની એક તરફ બાંગ્લાદેશ અને બીજી તરફ નેપાળ અને ભૂતાન સાથે જોડાયેલો છે, અને ઉત્તરમાં તિબેટ ક્ષેત્ર આવેલું છે.
આટલા નાના વિસ્તાર સાથે સમગ્ર ઉત્તરપૂર્વની કનેક્ટિવિટી જોડાયેલી હોવાને કારણે આને દેશના સૌથી સંવેદનશીલ પ્રદેશોમાંનો એક માનવામાં આવે છે. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં આ કોરિડોરની સુરક્ષા અને અવિરત કનેક્ટિવિટી મહત્ત્વપૂર્ણ બની જાય છે; અને આજ કારણ છે કે, કેન્દ્ર સરકાર આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ અને સુરક્ષા બંનેની સતત સમીક્ષા કરે છે.

આ વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને અમિત શાહ તેમની યાત્રાના પહેલા દિવસે સરહદ સુરક્ષા અને વ્યવસ્થાપન સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સિલિગુડીમાં સશસ્ત્ર સીમા બળ એટલે કે SSB ફ્રન્ટિયર હેડક્વાર્ટર જશે, જ્યાં તેઓ વિવિધ સરહદ સુરક્ષા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને અનેક નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષા માળખાને મજબૂત બનાવવા, સુરક્ષા દળોની કાર્યકારી ક્ષમતાઓ વધારવા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે. આ યાત્રા દરમિયાન ગૃહમંત્રી SSBના જવાનો સાથે સરહદ પર પડકારો, ઓપરેશનલ તૈયારીઓ અને સરહદ વ્યવસ્થાપન અંગે વાચચીત કરશે.
SSB ભારત-નેપાળ સરહદ આશરે 1,751 કિલોમીટર લાંબી અને ભારત-ભૂતાનની આશરે 699 કિલોમીટર લાંબી સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ બંને સરહદો પર લોકોની અવરજવર વધારે છે અને સરહદ ખુલ્લી પ્રકૃતિની છે, જેના કારણે અહીં સુરક્ષા એજન્સીઓ સામે પડકારો અલગ પ્રકારના હોય છે. આ સંદર્ભમાં ગુપ્તચર માહિતી, સ્થાનિક-સ્તરીય સંકલન, દેખરેખ અને તકનીકી સંસાધનોની ભૂમિકા સતત વધી રહી છે; અમિત શાહનો જવાનો સાથેની મુલાકાતમાં જમીન-સ્તરીય અહીની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ હશે.
આ યાત્રાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ આવતીકાલે (22 ઓગસ્ટ) સવારે યોજાનારી ઉચ્ચ-સ્તરીય બેઠક છે, જેની અધ્યક્ષતા અમિત શાહ પોતે કરશે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સરહદ સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં સરહદ સુરક્ષા દળો સાથે-સાથે ગૃહ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકારના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે; જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ગુપ્તચર બ્યૂરોના ડિરેક્ટર મહેશ દીક્ષિતના નામ મુખ્ય છે.

બેઠકમાં હાજર માળખાગત પ્રોજેક્ટ્સની પ્રગતિ સાથે-સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે રિયલ ટાઇમ કો-ઓર્ડિનેશનને વધારવા પર પણ ચર્ચા થઇ શકે છે. સરહદ સુરક્ષા હવે ફક્ત સૈનિકોની તૈનાતી સુધી મર્યાદિત નથી; પરંતુ ડ્રોન, સેન્સર, કેમેરા, કમ્યુનિકેશન સિસ્ટમ અને ડેટા-આધારિત દેખરેખ પણ તેના અભિન્ન હિસ્સો બની ગયા છે.
ગૃહમંત્રીનો એજન્ડા માત્ર સરહદ સુરક્ષા સુધી મર્યાદિત નથી. સિલિગુડીમાં તેઓ ત્રણ નવા ફોજદારી કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), અને ભારતીય સક્ષમ અધિનિયમ (BSA ) પર આધારિત એક પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાયદાઓએ જૂના વસાહતી યુગના ફોજદારી કાયદાઓની જગ્યાએ 1 જુલાઈ, 2024 ના રોજ અમલમાં આવ્યા અને આ પ્રદર્શનીનો હેતુ જનતાને તેમની મુખ્ય જોગવાઈઓ વિશે માહિતી આપવાનો છે.
પશ્ચિમ બંગાળની બાંગ્લાદેશ સાથે લાંબી સરહદ વે છે, અને રાજ્યનો ઉત્તરીય ભાગ નેપાળ અને ભૂટાનની સરહદોની નજીક આવેલો છે; એટલે, સિલિગુડીમાં આ બેઠકનો દાયરો ફક્ત ભારત-નેપાળ અને ભારત-ભૂતાન સરહદો સુધી મર્યાદિત માનવામાં આવતો નથી, પરંતુ, સમગ્ર પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો છે. કુલ મળીને, અમિત શાહની આ યાત્રાને સરહદ સુરક્ષા, ઉન્નત સંકલન અને આધુનિક માળખાગત સુવિધાઓ અંગે કેન્દ્ર સરકારની વ્યાપક રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે.