fbpx

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યના નિધન પછી હવે એક યુવતી અને એક બાળક પણ ગુમ થઈ ગયા!

Spread the love

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યના નિધન પછી હવે એક યુવતી અને એક બાળક પણ ગુમ થઈ ગયા!

વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વધુ ને વધુ વિવાદમાં ફસાતો જઈ રહ્યો છે. આશ્રમમાં શંકાસ્પદ સંજોગોમાં થયેલા શિષ્યના મૃત્યુ પછી, આશ્રમમાં આવેલો એક કિશોર હવે ગુમ થઈ ગયો છે. 17 વર્ષીય અનુજ ચૌધરીના પરિવારે સંત પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ સામે ધરણા પ્રદર્શન કર્યું હતું. પોતાના પુત્રની સલામત રીતે શોધવાની માંગણી કરતા, પરિવારે આશ્રમના શિષ્યો પર સહકાર આપતા ન હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આ આરોપો અને પરિવારના ધરણા પ્રદર્શને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રેમાનંદ મહારાજ એક એવા સંત છે જે ખુબ ઝડપથી પ્રસિદ્ધિ પામ્યા. જાન્યુઆરી 2023માં, જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમની પુત્રી સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી, ત્યારે દેશના અન્ય લોકો તો ઠીક છે, પણ વૃંદાવનના જ મોટાભાગના લોકોને ખબર નહોતી કે પ્રેમાનંદ મહારાજ કોણ છે અથવા તેઓ ક્યાં રહે છે.

Premanand-Maharaj1

સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમાનંદ મહારાજના હાઇ-ટેક અભિગમે તેમને ઝડપથી ખ્યાતિ અપાવી. લોકો તેમના રાત્રિ ચાલવા માટે ભેગા થવા લાગ્યા. અનેક અગ્રણી વ્યક્તિઓના આગમનથી તેમની ખ્યાતિમાં વધુ વધારો થયો. જોકે, છેલ્લા ઘણા મહિનાઓથી તેમનું રાત્રિના ચાલવાનું બંધ થઈ ગયું છે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં આવેલી નોઈડાની એક યુવતી ગુમ થઈ ગઈ છે. તેના પિતા તેને શોધતા શોધતા અહીં આવી ગયા છે. આશ્રમની બહાર એક ઢાબા પર કામ કરતી એક મહિલાએ પણ અહેવાલ આપ્યો કે તેનો 10 વર્ષનો બાળક પણ ગાયબ થઈ ગયો છે.

પ્રેમાનંદ મહારાજના સત્સંગ વીડિયો ઘણા સમયથી તેમની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ નથી. તાજેતરમાં સુધી, જૂના વીડિયો બતાવવામાં આવતા હતા, પરંતુ હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં, તેમના સત્સંગ વીડિયો નિયમિતપણે આવી રહ્યા હતા અને તેને જોનારા દર્શકો પણ ખુબ બહોળી સંખ્યામાં હતા.

Rasik-Dulari-Sharan3

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં બધું બરાબર ચાલે છે કે કેમ તે પ્રશ્ન ઊભો થયો હતો, આ વાતની ખબર ત્યારે થવા લાગી કે જ્યારે પ્રેમાનંદ મહારાજે યમુના નદીની પેલે પાર આશ્રમ બનાવવાનું શરૂ કર્યું અને ત્યાં રહેવા જતા રહ્યા. જોકે કોઈ આના પર વાત કરવા તૈયાર ન હતું, પરંતુ આ વિશે ચર્ચાઓ જરૂર શરૂ થઈ હતી. જોકે, આશ્રમ તરફથી એવું કંઈ પણ કહેવામાં આવ્યું નથી, જેનાથી એવું લાગે કે, કંઈ ખોટું થઇ રહ્યું હતું.

થોડા દિવસો પહેલા જ પ્રેમાનંદ મહારાજના જબલપુર સ્થિત શિષ્ય દીપક પટેલ ઉર્ફે રસિક દુલારી શરણના મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમાનંદ મહારાજના શિષ્યો તેમના આશ્રમ, કેલી કુંજની બાજુમાં આવેલી ઇમારતમાં રહે છે. આ શિષ્યોમાંથી એકે ચોથા માળેથી કૂદી પડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યાં ખબર પડી કે તેનો ગુપ્ત ભાગ કાપી નાખવામાં આવ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!