fbpx

અસલી Vs નકલી સંત! પ્રેમાનંદ મહારાજનો આશ્રમ બે જૂથોમાં વહેંચાયો

Spread the love

વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક લોધી ઉર્ફ રસિક દુલારી શરણના મૃત્યુની ઘટના ચર્ચાનો વિષય બની છે. દીપકે 25 સપ્ટેમ્બરે ‘ગુરુ કૃપા કુંજ આશ્રમ’ની છત પરથી છલાંગ લગાવીન આત્મહત્યા કરી હતી. ત્યારબાદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેમનું ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યું હતું અને વધુ પડતા રક્તસ્રાવને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આશ્રમની મુશ્કેલીઓ અહીં જ ઓછી થઇ નહોતી; આ ઘટના બાદ, વિવિધ સ્થળોએથી આવેલા ત્રણ પરિવારોએ તેમના સંબંધીઓના ગુમ થવાને લઇને હોબાળો શરૂ કર્યો હતો.

એવામાં ‘શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ’ના અધ્યક્ષ અને હિન્દુવાદી નેતા દિનેશ શર્મા ‘ફલાહારી’એ એક મહત્ત્વપૂર્ણ વાત સામે રાખી છે. તેમણે કહ્યું હતું કે વૃંદાવનનો ‘કેલી કુંજ આશ્રમ’ હવે ભૂ-માફિયાઓનું કેન્દ્ર બની ગયો છે. મહારાજના આશ્રમમાં બે જૂથો બની ગયા છે: એક જૂથમાં અસલી સંતોનું અને બીજું નકલી સંતોનું. નકલી સંતોનું જૂથ મિલકત અને જમીનનો ધંધો કરી રહ્યું છે. આ નકલી જૂથે લગભગ 15 આશ્રમો પર કબજો કરી રાખ્યો છે, જેના કારણે પ્રેમાનંદ ખૂબ જ દુ:ખી છે.

5

એટલે, પ્રેમાનંદ ‘કેલી કુંજ આશ્રમ’ છોડીને 20 કિલોમીટર દૂર આવેલા ‘બેલવન આશ્રમ’માં જતા રહ્યા છે. તેમનું કહેવું છે કે કેલી કુંજ આશ્રમમાં રહેતા ગુનાહિત માનસિકતા ધરાવતા નકલી સાધુ-સંતોની પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો તમામ ખુલાસા થઇ જશે. સાધુના વેશમાં ફરી રહેલા લોકોની પોલીસ વેરિફિકેશન થવી જોઇએ. તેમણે કહ્યું કે, સંતોના આ અસલી અને નકલી જૂથો વચ્ચે સંઘર્ષની સંભાવના છે. એટલે અમે, મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રેમાનંદ મહારાજ માટે ‘Z-પ્લસ’ સુરક્ષાની માંગણી કરી છે.

તો, મથુરાના સાધ્વી ઈન્દુલેખાનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો પ્રેમાનંદ મહારાજની છબી ખરડી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેટલાક લોકો મહારાજની આડમાં ભય ફેલાવી રહ્યા છે અને જમીન પર ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે. પ્રેમાનંદજી એક પૂજનીય સંત છે, પરંતુ કેટલાક લોકોએ માહોલ એટલો ખરાબ કરી દીધો છે, જેથી પ્રેમાનંદ મહારાજ બધું છોડીને બેલવન જતા રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રેમાનંદ મહારાજને આ સમયે ગંભીર જોખમ છે અને તેમની સુરક્ષા વધારવાની જરૂર છે.

6

યુવા સંત દીપક લોધીના અવસાનના નવ દિવસ બાદ, ‘રાધા કેલી કુંજ ટ્રસ્ટ’ના સંચાલકોએ આશ્રમ વતી એક અપીલ જાહેર કરી છે. આ અપીલ આશ્રમ પરિસરની બહાર લોકો દ્વારા કરવામાં આવેલા હોબાળાને જોતા કરવામાં આવી છે. નિવેદનમાં આશ્રમના સંચાલકોએ જણાવ્યું છે કે પ્રેમાનંદ મહારાજ તાજેતરની ઘટનાથી ખૂબ દુ:ખી છે. આશ્રમ ટ્રસ્ટે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેલી કુંજ ટ્રસ્ટે આ ઘટનાની નિષ્પક્ષ અને તથ્યાત્મક તપાસમા પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની વાત કહી છે.

Leave a Reply

error: Content is protected !!