fbpx

‘બૂમરાહ અને હાર્દિકના ભરોસે 2027નો વર્લ્ડ કપ ન જીતી શકાય’, કોણે ટીમ મેનેજમેન્ટને ચેતવણી આપી?

Spread the love

ભારતીય ટીમની નજર આગામી  વન-ડે વર્લ્ડ કપ 2027 પર છે અને ICCએ આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ પણ જાહેર કરી દીધું છે. ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમી હતી. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ભારત સામે 405 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 352 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો, જેનાથી ભારતીય બોલિંગ આક્રમણની પોલ ખોલી દીધી હતી. હવે, હનુમા વિહારીએ ભારતીય ટીમ મેનેજમેન્ટને ચેતવણી આપી છે.

હનુમા વિહારીએ ભારતીય બોલિંગ વિભાગની આકરી ટીકા કરી છે. તેનું માનવું છે કે જો ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ સામે 350થી વધુ રનનો સ્કોર બચાવવામાં નિષ્ફળ રહી હોય, તો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમો સામે શું થશે? તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, આપણે વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી મેચમાં 350 રનનો બચાવ કરી શક્યા નહીં. આ આપણા માટે જોખમની ઘંટડી છે. ભારતીય ટીમ આગળ જવાને બદલે પાછળ જઈ રહી છે. ટીમ માટે આ એક મોટો ઝટકો છે. આપણી બોલિંગ વિભાગની યોગ્ય સમીક્ષા થવી જોઇએ. તેમણે કહ્યું કે ભારતના યુવા બોલરો સપાટ પીચો પર દબાણ ઝીલી શકતા નથી.

8

વિહારીએ કહ્યું કે વર્લ્ડ કપ 2023 દરમિયાન, બૂમરાહ, શમી અને સિરાજની ત્રિપુટીએ પાવરપ્લેમાં વિકેટ લેવાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. પરંતુ, બૂમરાહના વર્કલોડ અને હાર્દિક પંડ્યાની રમતમાં કન્સિસ્ટેન્સી ન હોવાને કારણે આ સમસ્યા ફરી શરૂ થઈ ગઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ બોલર ઈજાગ્રસ્ત થઇ જાય તો ટીમ પાસે મજબૂત બેકઅપ હોવું જોઈએ. ભારતીય ટીમે અનુભવ સાથે જવું જોઈએ અને શમી-ભુવનેશ્વર કુમારની વાપસી થવી જોઈએ. જ્યારે મેચમાં તમને બ્રેકથ્રૂની જરૂર હોય છે, ત્યારે અનુભવી બોલરો જ કામ આવે છે. વિહારીએ તેના નિવેદન દ્વારા સ્પષ્ટ કરી દીધું કે આગામી વર્લ્ડ કપ 2027માં તમે બૂમરાહ અને હાર્દિક પર નિર્ભર નહીં રહી શકો, કારણ કે બંને ખેલાડી ક્યારે ઈજાગ્રસ્ત થઈ જાય તે કહી નહીં શકાય.

9

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. તેણે માત્ર સાત મેચ રમતા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન શમીએ 24 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે 3 વખત એક જ મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. બીજી તરફ, ભુવનેશ્વર કુમાર IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે RCB માટે બે સીઝનમાં રમેલી 30 મેચોમાં 45 વિકેટ લીધી છે.

Leave a Reply

error: Content is protected !!