fbpx

અમેરિકામાં છેલ્લા 6 વર્ષનો સૌથી ખરાબ સમય; બેરોજગારીનો ભય, યુવાનો પાસે ડિગ્રી છે પણ નોકરી નથી

Spread the love

અમેરિકામાં છેલ્લા 6 વર્ષનો સૌથી ખરાબ સમય; બેરોજગારીનો ભય, યુવાનો પાસે ડિગ્રી છે પણ નોકરી નથી

કોલેજનું ભણતર પૂરું કર્યા પછી, સારી કારકિર્દી અને પોતાની લાયકાતને અનુરૂપ નોકરીઓ શોધી રહેલા અમેરિકન યુવાનોની સામે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો થઇ ગયો છે. ત્યાંના સ્થાનિક અખબારમાં છપાયેલા એક નવા અહેવાલ મુજબ, 22 થી 27 વર્ષની વયના અમેરિકન કોલેજ યુવા સ્નાતકોમાં બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં વધીને 42.5 ટકા થયો છે. આ આંકડો 2020 પછીનો સૌથી ઉચ્ચતમ સ્તર છે.

અહેવાલ દર્શાવે છે કે સ્નાતકની ડિગ્રી હોવા છતાં, ઘણા યુવાનો એવી નોકરીઓમાં કામ કરી રહ્યા છે જેને કોલેજ ડિગ્રીની જરૂર જ નથી. આમાં રિટેલ, વહીવટ અને કામચલાઉ નોકરીનો સમાવેશ થાય છે.

US-Job-Market1

આ 42.5 ટકા આંકડો એ સવાલ ઉઠાવે છે કે શું કોલેજ ડિગ્રી હવે પહેલા જેવી સ્થિર અને પોતે ઈચ્છે તેવી કારકિર્દી બનાવવાની ગેરંટીવાળી નથી રહી. કોલેજ ડિગ્રીને લાંબા સમયથી ઉચ્ચ કમાણી અને સુરક્ષિત રોજગાર માટે એક પગથિયું માનવામાં આવે છે, પરંતુ હાલના વાતાવરણમાં, ઘણા સ્નાતકોને તેમના શિક્ષણની બહાર નીચા સ્તરની અથવા કામચલાઉ નોકરીઓ કરીને પોતાની કારકિર્દી સાથે સમાધાન કરવું પડી રહ્યું છે.

આ ઉપરાંત, આ પરિસ્થિતિ માત્ર ડિગ્રીના મહત્વ વિશે જ નહીં પરંતુ જોબ માર્કેટની બદલાતી હકીકતો વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે, કે સ્નાતક થયા પછી પોતાની જિંદગીની શરૂઆતની કારકિર્દીમાં પ્રવેશ કરવો કેમ આટલો મુશ્કેલ બની રહ્યો છે.

અહેવાલ મુજબ, યુવાનો દ્વારા સામનો કરવામાં આવતી આ મુશ્કેલી પાછળ ઘણા મુખ્ય કારણો છે, જેવા કે…

કંપનીઓ દ્વારા ધીમી ભરતી: ઘણા ક્ષેત્રોમાં નવી ભરતીમાં મંદી નવા સ્નાતકો માટે મર્યાદિત તકો ધરાવે છે.

US-Job-Market2

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની અસર: AIના વધતા ઉપયોગ સાથે ઘણી પરંપરાગત એન્ટ્રી-લેવલ ભૂમિકાઓ અને કાર્ય પદ્ધતિઓમાં બદલાવ આવી રહ્યો છે.

ડિગ્રીથી વિપરીત કામ કરવા મજબુર: પોતાને યોગ્ય નોકરી ન મળવાને કારણે ઘણા યુવાનો રિટેલ, વહીવટી અને કામચલાઉ નોકરી કરવા માટે મજબુર બન્યા છે.

હાલમાં, આ પરિસ્થિતિ દર્શાવે છે કે, અમેરિકામાં યુવાન સ્નાતકો માટે, ફક્ત ડિગ્રી મેળવવી પૂરતું નથી, પરંતુ બદલાતા નોકરી બજાર વચ્ચે, AI અને ધીમી ભરતી વચ્ચે યોગ્ય તક શોધવી એક મોટો પડકાર બની ગયો છે.

Leave a Reply

error: Content is protected !!