fbpx

સંસદમાં સીમાંકન બિલને કેવી રીતે અટકાવશે કોંગ્રેસ? ખડગે રમ્યા છેલ્લો દાંવ

Spread the love
સંસદમાં સીમાંકન બિલને કેવી રીતે અટકાવશે કોંગ્રેસ? ખડગે રમ્યા છેલ્લો દાંવ

30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર અગાઉ, સીમાંકન અને મહિલા અનામત બિલને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ, મોદી સરકાર બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે પ્રાદેશિક પાર્ટીઓને પોતાની તરફ લાવવાના પ્રયાસો કરી રહી છે; તો બીજી તરફ, કોંગ્રેસે ફરી એક વખત સરકારના આ દાંવને નિષ્ફળ કરવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષને એકજૂટ રાખવાના માટે અંતિમ દાંવ ચાલતા, સમાન વિચારધારાવાળી તેમજ અત્યાર સુધી તટસ્થ રહેલી મુખ્ય પાર્ટીઓને એક બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ્ય સરકારના એ પગલા વિરુદ્વ સંયુક્ત રણનીતિ તૈયાર કરવાની છે,. સરકારની યોજનાનો સામનો કરવાનું લક્ષ્ય છે.

Photo-(2)

મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી દળોની આ બેઠક શનિવારે સવારે 11:30 વાગ્યે રાજાજી માર્ગ પર આવેલા યોજાશે. આ બેઠકમાં INDIA ગઠબંધનની પાર્ટીઓ ઉપરાંત DMK, આમ આદમી પાર્ટી (AAP) અને બીજુ જનતા દળ (BJD)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જે પાર્ટીઓ હાલમાં ‘કિંગમેકર’ની ભૂમિકામાં છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ મહત્ત્વપૂર્ણ રણનીતિ બેઠક માટે વિવિધ વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કર્યા છે, જેમાં DMK, આમ આદમી પાર્ટી (AAP), NCP (શરદ પવાર જૂથ) અને ઓડિશાના પ્રમુખ પાર્ટી બીજુ જનતા દળ (BJD)નો સમાવેશ થાય છે. કોંગ્રેસનો ઉદ્દેશ્ય સંસદમાં મતદાન થાય તે પહેલાં આ પાર્ટીઓમાં રહેલી કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા કે મૂંઝવણને દૂર કરવાનો અને એક સમાન રણનીતિ તૈયાર કરવાનો છે.

સીમાંકન બિલને લઈને સરકારના પ્રયાસો સામે કોંગ્રેસ હવે આર-પારના મૂડમાં છે. અન્ય વિપક્ષી દળોને પોતાની સાથે લાવવા માટે પાર્ટી તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો છે. આ સંદર્ભમાં સૌથી મોટો પડકાર DMK, બીજુ જનતા દળ (BJD), AAP અને NCP (શરદ પવાર જૂથ) છે. જો કોંગ્રેસ આ પાર્ટીઓને મનાવવામાં સફળ રહે છે, તો તે સરકારની યોજનાઓમાં અવરોધ ઊભો કરી શકે છે; જોકે, સરકારનું વર્તમાન વલણ બતાવે છે કે તે આ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

કોંગ્રેસ સામે કયા મુખ્ય પડકારો છે?

એપ્રીલ 2026માં જ્યારે મોદી સરકાર સીમાંકન અને મહિલા અનામત સંશોધન બિલ’ લાવી હતી, ત્યારે વિપક્ષની મજબૂત એકજૂથતાને કારણે લોકસભામાં પસાર થઈ શક્યું નહોતું. જોકે, છેલ્લા સાત મહિનામાં સંસદીય આંકડાકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે. વિપક્ષી છાવણીમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી TMC તૂટી ચૂકી છે, અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સાંસદો તૂટી ચૂક્યા છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદો પાર્ટી બદલીને ભાજપમાં જોડાઈ ગયા છે.

દક્ષિણ ભારતની હિસ્સેદારી સુરક્ષિત રાખવા  માટેના સંભવિત નવા ફોર્મ્યુલા અંગે, DMKએ ‘વેઇટ એન્ડ વૉચ’ની નીતિ અપનાવી છે એટલે કે બિલનો ડ્રાફ્ટ તપાસ્યા પછી જ અંતિમ નિર્ણય લેવાનું વલણ અપનાવ્યું છે. તેવી જ રીતે NCP શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલેના નરમ નિવેદને કોંગ્રેસની ચિંતાઓમાં વધારો કર્યો છે. ઓડિશાના BJD પાર્ટીએ સંસદમાં વિવિધ મુદ્દાઓ પર વારંવાર તટસ્થ વલણ કે સરકારને સમર્થન આપ્યું છે. એવામાં, ખડગે દ્વારા BJDને આપવામાં આવેલા આમંત્રણને વિપક્ષના વ્યાપને વિસ્તારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

TMCના 20 બળવાખોર સાંસદો અને શિવસેના (UBT)ના 6 સાંસદોના પક્ષપલટા, તેમજ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદો ગુમાવવાને કારણે વિપક્ષની સંખ્યાત્મક તાકાત પહેલાંની સરખામણીમાં નબળી પડી છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ એવી વિપક્ષી પાર્ટીઓને પોતાની સાથે જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે જેમનું વલણ બદલાતું જણાય છે.

02

શું વિપક્ષ સરકારને રોકી શકશે?

540 અસરકારક સભ્યોવાળી લોકસભામાં બંધારણીય સુધારા બિલને પસાર કરવા માટે સરકારને બે-તૃતીયાંશ બહુમતી, એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર પડે છે. હાલમાં NDA પાસે 319 થી 321 સાંસદ છે, એટલે કે તેમને હજુ પણ લગભગ 39 થી 41 વધારાના મતોની જરૂર છે. DMKના 22 સાંસદો અને દક્ષિણના અન્ય પ્રાદેશિક પાર્ટીઓનું સમર્થન મેળવવાથી સરકાર માટે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંખ્યાબળનું ગણિત સંભાળવું ઘણું સરળ બની શકે છે.

રાજ્યસભામાં NDA પાસે 151 સભ્યો છે. રાજ્યસભામાં કુલ 243 સભ્યો મતદાન કરશે. આ હિસાબે, રાજ્યસભામાં કોઈ બિલ પસાર કરવા માટે જરૂરી 162 (બે-તૃતીયાંશ બહુમતી)ના આંકડા સુધી પહોંચવા માટે NDAને હાલમાં 11 મતોની ઘટ છે. એપ્રિલથી નવેમ્બર વચ્ચે રાજકીય માહોલ અને સંસદીય સમીકરણો બદલાયા છે. TDP, YSR કોંગ્રેસ અને BRS જેવી પાર્ટીઓ સરકાર સાથે જોડાઈ શકે છે, જેનાથી સરકાર બે-તૃતીયાંશ બહુમતીના આંકડા સુધી પહોંચી શકે છે.

બદલાતા સૂરને કેવી રીતે બદલી શકશે ખડગે?

તો, શરદ પવાર જૂથના સૂરમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં સત્તાના સમીકરણો બદલાયા બાદ DMKનું વલણ પણ બદલાયું છે. આ એક એવો ઘટનાક્રમ છે જેના કારણે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હોઈ શકે છે. TMCના 20 બળવાખોર સાંસદો અને શિવસેના (UBT)ના 6 સાંસદોના પક્ષપલટાએ વિપક્ષને નબળું કરી દીધું છે અને NDAને મજબૂત બનાવ્યું છે. આ ઉપરાંત, તમિલનાડુમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું છે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે સરકારને જરૂરી બાકીના મતો મેળવવા માટે DMKના 22 સાંસદો અને શરદ પવાર જૂથના 8 સાંસદો જેવા પ્રાદેશિક પાર્ટીઓના સમર્થન પર ભરોસો છે. જો કોંગ્રેસ, DMKના 22 સાંસદો, શરદ પવાર જૂથના 8 સાંસદો અને અન્ય વિપક્ષી પાર્ટીઓને સરકાર સાથે જોડાતા રોકવામાં સફળ રહે છે, તો સરકાર માટે લોકસભામાં 360ના ‘જાદુઈ આંકડા’ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બની જશે. એવામાં, હવે સૌની નજર મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાને યોજાનારી બેઠક અને તેમાં સામેલ પાર્ટીઓ દ્વારા લેવામાં આવનારા અંતિમ નિર્ણય પર ટકેલી છે.

Leave a Reply

error: Content is protected !!