
જો તમે તમારા રોજિંદા ખર્ચ માટે UPIનો ઉપયોગ કરો છો અને HDFC બેંકમાં તમારું ખાતું છે, તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. HDFCએ પોતાના ગ્રાહકોને એક મહત્ત્વપૂર્ણ ફેરફાર વિશે માહિતી આપી છે. 1 જાન્યુઆરી, 2027થી, HDFC બેંક 500 રૂપિયા કે તેથી ઓછી રકમના UPI ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ્સ મોકલવાનું બંધ કરી દેશે. આ અંગે બેંક દ્વારા એક નોટિફિકેશન જહેરી કરવામાં આવી છે.
HDFC દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશ અનુસાર, જો તમે 100, 200, 400 કે 500 રૂપિયાની ચૂકવણી કરો છો, તો તમને તમારા મોબાઈલ ફોન પર SMS નહીં મળે. જો કે, 500 રૂપિયાથી વધુના કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન માટે તમને પહેલાની જેમ જ તાત્કાલિક SMS એલર્ટ્સ મળતું રહેશે.

એટલે કે, 500 રૂપિયાથી વધુના દરેક UPI ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ અને ઈમેલ નોટિફિકેશન મળતા રહેશે. 500 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર ઈમેલ એલર્ટ દ્વારા માહિતી આપવામાં આવશે. બેંકે આ પગલું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી ગાઇડલાઇન્સ બાદ ઉઠાવ્યું છે. જે 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. RBIના આ નવા નિયમો હેઠળ, બેંકોએ 500 રૂપિયાથી વધુના ઈલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર તાત્કાલિક SMS એલર્ટ્સ મોકલવા ફરજિયાત છે. પરંતુ 500 રૂપિયા કે તેથી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટ્સ મોકલવા કે નહીં, તેનો નિર્ણય બેંક પોતાની પોલિસીના આધારે લેશે.
HDFC બેંકે સ્પષ્ટ કર્યું છે કે SMS એલર્ટ્સ બંધ થવા છતા ગ્રાહકોને તમમ UPI ટ્રાન્ઝેક્શનની માહિતી ઈમેલ દ્વારા મળતી રહેશે. પછી ભલે ચૂકવણી 10 રૂપિયાની હોય કે 500 રૂપિયાની. તમારા રજિસ્ટર્ડ ઈમેલ ID પર ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી નોટિફિકેશન મોકલવામાં આવશે. આ ઉપરાંત, બેંકની મોબાઈલ એપ અને પુશ નોટિફિકેશન્સ દ્વારા તમારી પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકશો. જે ગ્રાહકો નાની રકમની ચૂકવણી કરે છે તેમણે આ ફેરફાર માટે પહેલાથી જ તૈયાર રહેવું જોઈએ.

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ હેઠળ, 1 જાન્યુઆરીથી 500 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટ મોકલવામાં નહીં આવે. એવામાં તમે, આ નિયમ અમલમાં આવે તે પહેલાં તમારે તપાસ કરી લેવી જોઈએ કે તમારા બેંક ખાતા સાથે યોગ્ય અને સક્રિય ઈમેલ ID છે કે નહીં. જો તમારું ઈમેલ ID અપડેટ ન હોય, તો 1 જાન્યુઆરી, 2027 પહેલાં તેને અપડેટ કરાવી લેજો. આમ કરવાથી તમને તમારા નાના ટ્રાન્ઝેક્શનની વિગતો મળતી રહેશે. આ સાથે જ કોઈપણ ખોટા ટ્રાન્ઝેક્શન પર નજર રાખી શકશો. નિયમ એવો પણ છે કે જો બેંક નાના ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટ આપવાનું પસંદ કરે, તો તે ગ્રાહકો પાસેથી તે માટે કોઈ ચાર્જ વસૂલી નહીં શકે.