fbpx

શું આ વર્ષે મેડિકલ, એન્જિનિયરિંગની ફી વધશે? જાણો શું છે સરકારની તૈયારીઓ

Spread the love

શું આ વર્ષે ભારતમાં મેડિકલ અને એન્જિનિયરિંગ ફીમાં વધારો થશે? નવા શૈક્ષણિક સત્ર 2024-25 માટે દેશમાં B.Tech અને MBBS માટેની ફી કેટલી હશે? આ અંગે નિર્ણય લેવા માટે સરકારે એક સમિતિની રચના કરી છે.

NEET અને JEE Main સહિતની અન્ય પ્રવેશ પરીક્ષાઓ બે મહિનામાં યોજાવા જઈ રહી છે. ત્યાર પછી દેશભરની એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થશે. આ સાથે કોલેજો તેમની નવી એન્જિનિયરિંગ અને મેડિકલ ફીનું માળખું પણ બહાર પાડશે. પરંતુ શું આ વર્ષે દેશમાં B.Tech અને MBBSની ફી વધશે? કોલેજોની મનમાની પર અંકુશ લાવવા સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ડેન્ટલ અને આયુષ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોની ફી નક્કી કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગે ફી નિયમનકારી સમિતિની રચના કરી છે.

આ સમિતિનું કામ નવા શૈક્ષણિક સત્ર 2024-25 માટે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની ફી નક્કી કરવાનું છે. સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી આગામી ચાર વર્ષ સુધી લાગુ રહેશે.

આ સમિતિના અધ્યક્ષ પૂર્વ હાઈકોર્ટના જજ જસ્ટિસ શ્રીનિવાસ ગૌડા છે. તેમના સિવાય, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને નેશનલ મેડિકલ કમિશન (MCI) અને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCI)ના પ્રતિનિધિઓ, કોર્સના આધારે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યક્ષ અને મુખ્ય સચિવ દ્વારા નામાંકિત સભ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની સમિતિનો ભાગ બનશે.

જસ્ટિસ ગૌડાએ કહ્યું, ‘અમે ટૂંક સમયમાં તમામ સમિતિના સભ્યો સાથે તેમની ઉપલબ્ધતાના આધારે બેઠક યોજીશું. અમારે કૉલેજનું સ્થાન અને આપવામાં આવતી સુવિધાઓ જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ફી નક્કી કરવી પડશે.’

આ કમિટી મલ્લેશ્વરમમાં કર્ણાટક એક્ઝામ ઓથોરિટી ઓફિસમાંથી કામ કરશે. તે ‘કર્ણાટક વ્યવસાયિક શૈક્ષણિક સંસ્થાઓ (પ્રવેશ અને ફી નિર્ધારણનું નિયમન) અધિનિયમ-2006’ ની કલમ 6 અને 7 હેઠળ કાર્ય કરશે. તેઓને તેમનો રિપોર્ટ વહેલામાં વહેલી તકે સરકારને સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

જોકે, અધિકારીઓનું કહેવું છે કે, ફી અંગેનો કોઈ નિર્ણય આગામી લોકસભા ચૂંટણી પછી જ લેવામાં આવશે. જે કોલેજો સાથે દર વર્ષે ફી ની બાબતે પહેલાથી જ સંમતિ બની છે, તેમાં 2024-25માં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2018માં પણ આવી જ ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ તેમની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.

error: Content is protected !!
%d bloggers like this: