fbpx

પ્રાંતિજ ના મજરા પાસે આઇસર માં આગ લાગતા વાહન ચાલક આગમા ભડથુ થયો

Spread the love

પ્રાંતિજ ના મજરા પાસે આઇસર માં આગ લાગતા વાહન ચાલક આગમા ભડથુ થયો
 – આગળ જતુ કોઇ અજાવ્યા ભારે વાહન સાથે ટક્કર બાદ આઇસર મા આગ લાગી
–  આઇસર મા આગ લાગતા ચાલક આગમા ભથ્થુ થઈ ગયો
– આગ લાગતા લોકો ના ટોળી ટોળા ધટના સ્થળે દોડી આવ્યા
– ૧૦૮ , પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ , પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી
– કેન ની મદદત થી ભથ્થુ થયેલ મૃતદેહ ને બહાર કાઢ્યો
– ભથ્થુ થયેલ મૃતદેહ ને પીએમ અર્થે મોકલી પોલીસે તપાસ હાથ ધરી
–  FSL ની ટીમ દ્રારા તપાસ હાથ ધરવામા આવી
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા પાસે એક આઇસર મા આગ લાગતા આઇસર ચાલક આગમા બળીને ભથ્થુ થઈ ગયો

અમદાવાદ-હિંમતનગર રોડ નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજના મજરા પાસે ગુરૂવારે વહેલી સવારે મોરબી થી ઇડર જઈ રહેલી આઇસર નંબર-GJ36-V-2076 ને કોઇ  અજાણ્યા વાહને આગળના ભાગે ટક્કર મારતા આઇસર ચાલક આગળ કેબીન મા ફસાઈ ગયો હતો તો અકસ્માત બાદ આઇસર ના કેબીન મા આગ લાગી હતી આગ લાગવાને લઈને ચાલક કેબીનમાંથી બહાર નીકળી શક્યો ન હતો જોતજોતામાં આગનું વિકરાળ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી અને આગ ની ઘટનાને લઈને હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો જેને લઈને તાત્કાલિક હાઈવે ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી અને ટ્રાફિક સંચાલનની કામગીરી હાથ ધરી હતી તો આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા આવી પહોચ્યા હતા આઇસર આગના બનાવને લઈને પ્રાંતિજ પોલીસ સહિત ૧૦૮ તથા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી જઇ હતી આગમાં લપેટાયેલા આઈશર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી બીજી તરફ આઇસર ચાલક જીતેન્દ્ર સંતરામ સાધુ ઉ.વર્ષઅંદાજે -૧૮ રહે હળવદ નો કે જે અકસ્માત બાદ બહાર ના નિકળી ના શકતા આગમાં ભડથું થઇ ગયેલ તો કેન ની મદદત થી ભથ્થુ થયેલ ચાલક ના મૃતદેહ ને  બહાર કાઢી પ્રાંતિજ સરકારી હોસ્પીટલમાં મોકલી આપ્યો હતો તો મૃતક મોરબી થી ટાઇલ્સ આઇસર મા ભરીને ઇડર ખાતે ખાલી કરવા જતો હતો તે દરમ્યાન ધટના બની તો FSL ટીમ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી તો પ્રાંતિજ પોલીસે હાલતો અકસ્માત નો ગુનોનોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!