fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા ડાંગર ની રોપણી

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા ડાંગર ની રોપણી
– નહિંવત વરસાદ વચ્ચે વરસાદ ની આશાએ ધરતી પુત્રોએ ડાંગર ની રોપણી કરી
– હજુએ ખેતી માટે સારા વરસાદ ની ધરતી પુત્રો રાહ જોઇને બેઠા છે
– જુલાઇ અડધો થયો છતાંય વરસાદ જે પ્રમાણે વરસવો જોઈએ તે પ્રમાણે થયો નથી
– ડાંગર ના પાક ની ખેતી કરવા માટે પુષ્કળ પ્રમાણ મા પાણીની જરૂરિયાત રહેછે
             


સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ સહિત તાલુકા મા ધરત્રીપુત્રો દ્રારા નહિંવત વરસાદ વચ્ચે હાલતો સારા વરસાદની આશાએ તથા બોરના પાણીએ ડાંગર ની રોપણી શરૂકરી છે અને સારા વરસાદ ની આશા સેવી રહ્યા છે


  જુલાઇ અડધો થયો છતાંય હજુએ ખેતી લાયક સીઝન નો જોઈએ એવો ખેતી લાયક વરસાદ ના પડતા ધરતી પુત્રો મા નારાજગી જોવા મળી છે અને પ્રાંતિજ સહિત તાલુકા મા મુખ્યત્વે શાકભાજી ની સાથે ડાંગર ની ખેતી થાય છે અને પ્રાંતિજ , પોગલુ , સલાલ , રાસલોડ , પલ્લાચર , સોનાસણ સહિત વિસ્તારો મા ડાંગર ની ખેતી થાય છે અને ડાંગર ની ખેતી માટે ચાલુ સાલે જોઈએ એવો વરસાદ ના પડતા ધરતી પુત્રો મા થોડી નિરાશા જોવા મળી રહી છે અને બોર કુવાના પાણી એ વરસાદ સારો પડશે તેવી આશા વચ્ચે પ્રાંતિજ સહિત તાલુકામા ડાંગર પકવતા ખેડુતો હાલતો નહિંવત વરસાદ વચ્ચે ડાંગર ની રોપણી કરવામા આવી છે અને સારા વરસાદ ની રાહ જોવાઇ રહી છે અને વરસાદ ની આશાએ ધરતી પુત્રોએ ડાંગર ની રોપણી ચાલુ કરી દીધી છે પ્રાંતિજ સહિત તાલુકા મા સિઝન નો કુલ ૨૫૩ એમએમ એટલે કે કુલ ૧૦ ઇંચ જેટલો જિલ્લા બીજા નંબરે વરસાદ પડયો છે ત્યારે ડાંગર ના પાક માટે પુષ્કળ પ્રમાણ મા પાણી ની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે વરસાદ ઉપર નિર્ભર રહેતી ડાંગર ની ખેતી હાલતો મુશ્કેલીના દિવસોમાંથી પ્રસાર થઈ રહી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!