fbpx

પ્રાંતિજ ના તાજપુર કુઇ બ્રીજ પાસે સ્કોપીઓ પલ્ટી ખાઇ ગઇ

Spread the love

પ્રાંતિજ ના તાજપુર કુઇ બ્રીજ પાસે સ્કોપીઓ પલ્ટી ખાઇ ગઇ
– ગાડી મા સવાર બે ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– ગાય રોડ વચ્ચે આવતા ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર કુઇ બ્રીજ પાસે હિંમતનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ સ્કોપીઓ ગાડી પલ્ટી ખાઇ જતા બેને ઇજાઓ પહોચી


હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના તાજપુર કુઇ બ્રીજ પાસે હિંમતનગર તરફ થી અમદાવાદ તરફ જઈ રહેલ સ્કોપીઓ ગાડી નંબર-GJ9 BL 4141 નો ચાલક ફુલફાસ્ટ હંકારી જઈ રહ્યો હતો તે દરમ્યાન રોડ વચ્ચોવચ અચાનક એક ગાય આવી જતા ગાય ને બચાવા જતા એકદમ બ્રેક મારતા સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા સ્કોપીઓ ગાડી પલટી ખાઈ ગઈ હતી તો ગાડી પલ્ટી ખાતા આજુબાજુમાંથી અવરજવર કરતા લોકો સહિત વાહન ચાલકો દોડી આવ્યા હતા તો સ્કોપીઓ મા સવાર બે ને ઈજાઓ પોહચી હતી અને દોડી આવેલ લોકો માંથી કોઇએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ પણ તાત્કાલીક ધટના સ્થળ દોડી આવી હતી અને બન્ને ઇજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!