fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા કુવારીકાઓ દ્રારા જયા પાર્વતી વ્રત નો પ્રારંભ

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા કુવારીકાઓ દ્રારા જયા પાર્વતી વ્રત નો પ્રારંભ
– વિવિધ શિવ મંદિરોમા કન્યા ઓ દ્રારા પુજા-અર્ચના કરવામા આવી
– કન્યા ઓ દ્રારા પાંચ દિવસ વ્રત કરી એક રાત્રીનુ જાગરણ કરે છે
 
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા મા કન્યાઓ દ્રારા જયા પાર્વતી ના વ્રત નો પ્રારંભ કરવામા આવ્યો હતો જેમા કન્યાઓ દ્રારા વિવિધ શિવ મંદિર મા જઇ ને શિવ-પાર્વતી ની પુજા અર્ચના કરવામા આવી હતી


 હિન્દુ ધર્મ મા જયા પાર્વતી વ્રત નુ ખુબજ મહત્વ માનવામા આવે છે અને પંચાગ અનુસાર અષાઢ સુદ પક્ષની ત્રપોદશી ના દિવસે જયા પાર્વતી વ્રત ની શરૂઆત થતી હોય છે જેને લઇ ને પ્રાંતિજ સહિત તાલુકા મા ૧૯ મી જુલાઈ શુકવાર રોજ થી શરૂથતુ જયા પાર્વતી વ્રત નો પ્રારંભ થતા કન્યાઓ દ્રારા પાંચ દિવસ સવારે વહેલી ઉઠીને શિવ મંદિરોમા જાય છે અને પાંચ દિવસ ઉપવાસ કરી શિવ પાર્વતી ની પુજા અર્ચના કરે છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ આવેલ શિવ મંદિરો મા શ્રી માર્કર્ડેશ્વર મહાદેવ મંદિર , શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર , શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકામા આવેલ શિવ મંદિરોમા જયા પાર્વતી વ્રત કરતી હોય છે અને કન્યાઓ પાંચ દિવસે પુનમ ના દિવસે રાત્રીનુ જાગરણ કરે છે તો કુવારીકાઓને આ વ્રત કરવાથી પતિ ની તંદુરસ્તી સુધરે છે બાળકોની સુકાકારી વધે છે આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નિતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાસ્ત્ર જ્ઞાન મુજબ આ વ્રત પાંચ વર્ષ કે વીસ વર્ષ સુધી કરવાનુ હોય છે તેવી માન્યતા છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકા મા કન્યાઓ દ્રારા જયા પાર્વતી વ્રત કરી શિવ પાર્વતી ની પુજા અર્ચના કરી શિવ પાર્વતી ની પુજા અર્ચના કરી પ્રભુ શિવ તથા માતા પાર્વતી ને રીઝવતી હોય છે અને મોટી ગોરી વ્રત કહેવામા આવે છે અને વ્રત કરી કન્યાઓ વ્રત ની કથા પણ સાંભળતી હોય છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!