જુલાઇ અડધો થયો છતાંય સારો વરસાદ ના થયો
પ્રાંતિજ પાસે આવેલ સાદોલીયા ચેક ડેમ નુ તળીયુ દેખાયુ
– વરસાદ ખેંચાતા સાબરકાંઠા-મહેસાણાના ની જીવાદોરી ગણાતો સાદોલીયા ચેક ડેમ ખાલી
– ચેક ડેમ મા પાણી ઓછુ હોવાથી ખેડુતો માં ચિંન્તીત
– ડાંગર-શાકભાજી પકવતા ખેડુતો વરસાદ ની રાહ જોઇ ને બેઠા છે
– મેઘરાજાએ રીંસામણા લેતા ધરતી પુત્રો પરેશાન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સાદોલીયા પાસે આવેલ સાદોલીયા ચેક ડેમ માં હાલતો વરસાદ ખેંચાતા ચેક ડેમ મા પાણી વગર ચેક ડેમ નુ તળીયુ દેખાઈ રહ્યુ છે તો ચેક ડેમ નુ તળીયુ દેખાતા સાબરકાંઠા-મહેસાણા જિલ્લાના ધરતી પુત્રોમા ચિંનતામા મુકાયા છે
પ્રાંતિજ તાલુકાના સાદોલીયા પાસે આવેલ સાબરમતી નંદીમા બનાવવામા આવેલ ચેકડેમ માં પાણી ઓછુ હોવાથી હાલતો તળીયુ દેખાવા લાગ્યુ છે તો આ વર્ષે હજુ સારો વરસાદ ના થતા અને ઉપરવાસ મા પણ વરસાદ ના થતા હાલતો સાબરકાંઠા મહેસાણા સરહદે આવેલ સાબરમતી નદી ખાતે બનાવેલ ચેક ડેમ ખાલી છે ત્યારે સાબરકાંઠા-મહેસાણા બન્ને જિલ્લાના ખેડુતો ની જીવાદોરી સમાન સાદોલીયા ચેક ડેમમા પાણી ઓછુ હોવાથી તળીયુ દેખાઈ રહ્યુ છે ત્યારે ખેડુતો મા ચિંન્તીત બન્યા છે અને ખેડુતો મા ચિંન્તાના વાદળો જોવા મળી રહ્યા છે તો આ વર્ષે વરસાદ ના થતા અને ચેક ડેમ મા નવા-નીર ના આવતા હાલતો તળીયુ દેખાઈ રહ્યુ છે ત્યારે હાલતો જુલાઇ અડધો થયો પણ સારો વરસાદ ના થતા અને માત્ર અત્યાર સુધી મા માત્ર ૨૯૦ એમએમ એટલે કે સાડા અગિયાર ઇંચ જેટલો જ વરસાદ પડયો છે અને નદી નાળા તળાવ ખાલી ખમ છે જેને લઈ ને આ વિસ્તાર ના ખેડુતો સહિત લોકોમા ચિંન્તીત જોવા મળી રહ્યા છે
જીલ રાવલ પ્રાંતિજ