પ્રાંતિજ ના મોયદ ખાતે ર્ડા.કિશનસિંહ પરમાર નું સન્માન કરવામા આવ્યુ
– ” જાસો ” પુસ્તક ના લેખક ર્ડા.કિશનસિંહ પરમાર નુ સન્માન કરવામા આવ્યુ
– શિક્ષકો , આચાર્ય શ્રીઓ દ્રારા સન્માન કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મોયદ ખાતે ચાલી રહેલ બે દિવસીય તાલીમ મા હાજર શિક્ષકો-આચાર્ય શ્રીઓ દ્રારા ર્ડા.કિશનસિંહ પરમાર નુ સન્માન કરવામા આવ્યુ
પ્રાંતિજ ના મોયદ ખાતે આવેલ મોયદ-૧ પ્રાથમિક શાળા ખાતે “સક્ષમ શાળા ” બે દિવસીય તાલીમ કાર્યક્રમ દરમ્યાન પ્રાંતિજ શાળા નંબર-બે ના આચાર્ય તથા ૨૦૨૨ થી પ્રાંતિજ બીટના ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક તથા ” જાસો ” પુસ્તક ના લેખક વાર્તા કાર ર્ડા.કિશનસિંહ પરમાર નું સન્માન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ટી.પી.ઓ નિખીલભાઇ , બીઆરસી શૈલેષભાઈ , પ્રાંતિજ મંડળીના ચેરમેન સેવાંતી ભાઇ , પ્રાંતિજ શિક્ષક સંધના ઉપ્રમુખ રાજુગીરી , સોનાસણ બીટના બીટ નિરીક્ષક નેરશભાઇ , મોયદ જુથ ના જુથ મંત્રી અજયભાઇ પટેલ તેમજ પ્રાંતિજ તાલુકાની શાળાઓના આચાર્ય શ્રીઓ તથા શિક્ષકો દ્રારા સન્માન કરવામા આવ્યુ હતુ અને સાથે સાથે ખુબ ખુબ અભિનંદન પાઠવવામા આવ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ