fbpx

પાળતું અને રખડતા પ્રાણી માટે સરકારનો નવો નિયમ,સોસાયટીના પ્રમુખ,સેક્રેટરી ભેરવાશે

Spread the love

પાલતું પ્રાણીના માલિકો,રખડતા કુતરાઓને ખવડાવનારા ડોગ ફીડરો, એનિમલ લવર્સ અને અન્ય રહેવાસીઓ વચ્ચેના સંઘર્ષ, ઝગડાનો નિકાલ લાવવા માટે ગુજરાતની રજિસ્ટ્રાર ઓફ કો.ઓ હાઉસીંગ સોસાયટીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ પાલતું કે રખડતા શ્વાન કે અન્ય પ્રાણીઓને હેરાન કરી શકાશે નહીં. પાલતું પ્રાણીઓ અને રખડતા કુતરાઓને ભોજન કરાવવાના સ્થળ અને સમય નક્કી કરાવવાની જવાબદારી હવે સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીની રહેશે. પાલતું પ્રાણી ધરાવતા પરિવારો અને ડોગ ફિડરોને આ નવા નિયમથી રાહત રહેશે.

પરિપત્રમાં હાઉસીંગ સોસાયટીના લોકોને પ્રાણી પ્રત્યે હિંસાથી દુર રહેવા અને ઉત્પીડન બંધ કરવાનું કહેવાયું છે. કોઇ પણ પ્રકારની ક્રુરતાથી બચવા માટે સુચના આપવામાં આવી છે. કોઇ પણ વ્યક્તિ પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર કરશે અથવા બિનજરૂરી દુખ પહોંચાડશે તો પ્રાણી સંરક્ષણ અને કલ્યાણ સંગઠનો દ્રારા કાયદેસરની કાર્યવાહી મટે જવાબદાર રહેશે.

error: Content is protected !!