fbpx

‘ક્રિકેટ જિંદગી નથી, પરંતુ..’, કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે કહી દિલની વાત

Spread the love

ભારતની T20 ટીમના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તેના માટે ક્રિકેટ જિંદગી નથી, પરંતુ જિંદગીનો એક હિસ્સો છે અને આ વાત તેને આ રમતે જ શીખવી છે. સૂર્યકુમાર યાદવ આ સમયે શ્રીલંકાના પ્રવાસ પર છે જ્યાં શનિવારથી 3 મેચોની T20 સીરિઝ શરૂ થઈ રહી છે. આ સીરિઝ અગાઉ સૂર્યકુમાર યાદવે કેપ્ટન્સી અને પોતાના ક્રિકેટ કરિયરને લઈને BCCIની મીડિયા ટીમ સાથે વાત કરી. આ વાતચીતનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી છે.

આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે, ક્રિકેટે જ તેને જીવનમાં વસ્તુઓ વચ્ચે સંતુલન બનાવવાનું શીખવ્યું છે. ક્રિકેટથી જે સૌથી મહત્ત્વની વસ્તુ શીખી છે એ છે કે તમે કેટલા વિનમ્ર રહો છો. જ્યારે તમે કંઇ હાંસલ કરી લો કે સારું પ્રદર્શન કરી રહ્યા નથી. એ દરમિયાન તમે કેટલા વિનમ્ર રહો છો. આ વાત મેં આ રમતથી શીખી છે. જ્યારે તમે મેદાન પર કંઈક કરો છો તો તેને મેદાન પર જ છોડીને જવું જોઈએ. મેદાન બહાર તેને લઈ જવાનું નથી.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તમે ક્રિકેટના મેદાન પર જે કંઇ પણ કરી રહ્યા છો, એ તમારી જિંદગી નથી, પરંતુ જિંદગીનો હિસ્સો છે. આ તેમારું જીવન નથી, એ તમારા જીવનનો હિસ્સો છે. એટલે એવું નથી કે જ્યારે તમે સારું કરી રહ્યા નહીં હોવ તો અંડરગ્રાઉન્ડ રહેશો. આ વસ્તુ તમારે એક સ્પોર્ટસમેન તરીકે ન કરવી જોઈએ. તેનાથી મને જીવનમાં સંતુલન બનાવવામાં મદદ મળી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની શરૂઆત 27 જુલાઇથી થશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝ રમાશે. પહેલી T20 27જુલાઇ, બીજી T20 28 જુલાઇએ છેલ્લી T20 મેચ 30 જુલાઇએ રમાશે. આ બધી મેચ પલ્લેકલમાં ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે થશે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.

error: Content is protected !!