દેશમાં અત્યારે કાવડ યાત્રા ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશની સરકારે દુકાનો અને ઢાબા પર નેમ પ્લેટ લગાવવાનો આદેશ કર્યો અને તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ વિવાદ ચાલી રહ્યો છે, તેમાં ઉત્તરાખંડ સરકારે એક નવો વિવાદ ઉભો કરી દીધો.
ઉત્તરાખંડમાં કાવડીયાઓ જયાથી પસાર થવાના છે, તે રસ્તાઓ પર આવતી મસ્જિદ અને મજારોની આગળ સરકારે પડદા લગાવી દીધા છે, જેને કારણે ભારે ઉહાપોહ મચી ગયો છે. મુસ્લિમ સમાજનાલોકોએ પોતે કહ્યું કે, 40 વર્ષમાં પહેલીવાર અમે આવું જોયું કે મસ્જિદ પાસે પડદા લગાવ્યા હોય, આ વિસ્તારમા ક્યારેય કાવડીયાઓને કારણે બબાલ નથી થઇ. ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે, વિવાદ ઉભો ન થાય એટલા માટે અમે આવો નિર્ણય લીધો છે. જો કે, ભારે હોબાળો થતા આ પડદા હટાલી લેવાયા છે.