ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારે ગેરકાયદે વસાહત ખાલી કરવા માટે નોટિસ બહાર પાડી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાનીને આ વાતની જાણ થઈ તો તેઓ કોલોની પહોંચ્યા અને લોકો સાથે વાત કરી અને અધિકારીને સખત ઠપકો આપ્યો. આ સાથે મકાનો પર લગાવેલી નોટીસ ફાડી નાખી હતી. ધારાસભ્યએ અધિકારીને કહ્યું કે, જો કોલોનીમાં બુલડોઝર આવશે તો બુલડોઝર અને તેની સાથે આવનારને અહીં જ કેનાલમાં ફેંકી દેવામાં આવશે.
BJPના ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાનીએ કોલોનીમાં જઈને લોકોની વચ્ચે ઉભા રહીને ફોન કર્યો અને કહ્યું કે, અહીં તમે આખી કોલોનીમાં નોટિસ લગાવી દીધી છે. જો તમે અહીં કોઈએ એક પગલું આગળ વધાર્યું, તમે જો કોઈ બુલડોઝર લઈને અહીં આવશે, તો હું તમારું, તમારી કંપની અને તમારા બુલડોઝર ત્રણેયનું સ્વાગત કરીશ. ત્યારે તમે મારી સાથે પતાવટ કરજો, પછી કોલોનીમાં આવજો. બરાબર છે. આ ગંદું કામ બંધ કરો PM મોદીજી, CM યોગીજી લોકોને ઘર આપી રહ્યા છે અને તમે તેમને વિખેરી નાખો છો. તમારામાં આટલી હિંમત હશે ખરી?
ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, તેઓ બુલડોઝર અને બીજા બધાને આ કેનાલમાં ફેંકી દેશે. કોઈ પણ સંજોગે અહીંની જગ્યાને અડકશો પણ નહીં. નોટિસ ફાડીને ફેંકાવી દઉં છું. બુલડોઝર અહીં ન આવવું જોઈએ, અહીં તમારો એક પણ વ્યક્તિ દેખાવો ન જોઈએ. અને જો કોઈ દેખાઈ ગયો તો તમે સમજી લેજો. ખૂબ જ સ્પષ્ટ ભાષામાં સમજી લેજો, મારો અવાજ ટેપ કરી રાખો. જ્યારે તમે બુલડોઝર લઈને આવશો ત્યારે તમને આ કામ લાગશે. આ વિસ્તાર તરફ નજર પણ ન નાખતા.
ધારાસભ્ય મૈથાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ માણસ 40-40 વર્ષથી અહીં રહે છે. PM મોદીજી ઘર આપી રહ્યા છે. CM યોગીજી ઘર આપી રહ્યા છે. અને તમે અહીં વસાહતને તોડી નાખશો. નહેર કોંક્રીટની બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, કે જો નહેર કોંક્રીટની બની જાય તો ગરીબ લોકો માટે ફાયદાકારક રહેશે. જેમ કે અમે તેને ડબલ પુલ પર બનાવી છે. અમે પાઈપલાઈન દ્વારા નહેરને આગળ લઇ ગયા. જો તે પાઇપલાઇનથી પણ ન થાય, તો અમે તેને પાક્કી બનાવીશું. જેથી બંને બાજુના લોકોને ફાયદો થશે. અને અહીં તોડવાનો વિચાર પણ ન કરશો.
ધારાસભ્યે વધુમાં કહ્યું કે, તમે અહીં આવો તો વાતચીત અમારી સાથે કરજો. હિન્દીમાં સમજી લેજો. હું વારંવાર મારો અવાજ ટેપ કરવા માટે તમને કહી રહ્યો છું. અહીં કોઈએ ઘુસવું ન જોઈએ. એવી જરાક પણ હરકત ન કરતા. નહિંતર, જો હું ઉત્તર પ્રદેશના સદનમાં પણ હોઈશ તો તો હું સદન છોડીને અહીં ઊભો રહીશ. ધ્યાન રાખજો. કહી દેજો તમારા ઓફિસરને કે અહીં ગરીબો સાથે હું અન્યાય થવા દઈશ નહીં. પેઢીઓથી લોકો અહીં સ્થાયી થયા છે. અહીં નોટિસ મૂકતા પહેલા તમારે તમારી વાત મને જણાવવી જોઈતી હતી. બધી નોટિસો રદ કરો, હું બધું ફાડીને ફેંકાવી દઉં છું. મારા મતવિસ્તારની કોઈપણ જગ્યાને અડકશો પણ નહીં.