fbpx

સુરતમાં પહેલીવાર 29 માળની બિલ્ડીંગને મંજૂરી, જાણો ક્યાં બનવાની છે?

Spread the love

સુરતના રિઅલ એસ્ટેટ ઉદ્યોગના એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાએ પહેલીવાર એક 29 માળની બિલ્ડીંગને મંજૂરી આપી છે. અત્યાર સુધી સુરતમાં 18થી 24 માળની બિલ્ડીંગ બાધવાની પરવાનગી છે, પરંતુ 29 માળની પરવાનગી પહેલીવાર મળી છે.

સુરત એક ઔદ્યોગિક શહેર છે અને ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું છે અહીં દેશભરના રાજ્યોમાંથી આવીને લોકો વસેલા છે એટલે રિઅલ એસ્ટેટ એક મોટો બિઝનેસ છે. સુરતમાં 29 માળનું બિલ્ડીંગ મોટા વરાછા માં રિવર ફ્રન્ટ રોડ પર બનવાનું છે અને તેમાં 106 ફ્લેટસ હશે,દરેક ફ્લોર પર 2 ફ્લેટ્સ બનશે. 3 વર્ષની અંદર બાંધકામ પુરુ થશે એમ કહેવામાં આવી રહ્યું છે. આ બિલ્ડીંગની ઉંચાઇ 100 મીટર જેટલી હશે. પાર્કીંગની પણ નિયમ મુજબ વ્યવસ્થા રાખવામાં આવશે.

error: Content is protected !!