fbpx

શાહરુખ સાથે કરી PM મોદીની તુલના, પ્રશંસા કરતા રણબીર બોલ્યો- તેમણે મને પૂછ્યું..

Spread the love

રણબીર કપૂર બોલિવુડનો શાનદાર એક્ટર છે, જેને દર્શકોએ છેલ્લી વખત ‘એનિમલ’માં જોયો હતો. તે હાલમાં રાજનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. નિખિલ કામથે જ્યારે તેને રાજનીતિ પર તેના વિચારો બાબતે પૂછ્યું તો રણબીર કપૂરે કહ્યું કે, તે રાજનીતિ બાબતે વધારે વિચારતો નથી, પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. હું રાજનીતિ બાબતે વધારે વિચારતો નથી, પરંતુ અમે બધા એક્ટર અને ડિરેક્ટર 4-5 વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

તેણે કહ્યું કે, તમે તેમને ટીવી પર જોવ છો. જુઓ છો કે તેઓ કેવી રીતે વાત કરે છે. તેઓ એક મહાન વ્યક્તિ છે. મને એ પણ યાદ છે જ્યારે અમે બેઠા હતા અને તેઓ અંદર આવતા રહ્યા. તેમની અંદર એક ચુંબકીય આકર્ષણ છે. તેઓ આવ્યા અને બેસી ગયા. તેમણે દરેક વ્યક્તિને કેટલાક અંગત મુદ્દા પર વાત કરી. મારા પિતા એ સમયે સારવાર માટે જઇ રહ્યા હતા એટલે તેમણે મને પૂછ્યું કે, સારવાર કેવી ચાલી રહી છે. શું થઇ રહ્યું છે. તેમણે આલિયા, વિક્કી કૌશલ, કરણ જોહર સાથે ઘણી વાત કરી.

રણબિર કપૂરે આગળ કહ્યું કે, તેમણે એ પ્રકારનો પ્રયાસ ઘણા મહાન લોકોમાં જોયો છે. તેઓ બોલ્યા તેઓ એ પ્રકારનો પ્રયાસ કરે છે, પરંતુ તેમને તેમની જરૂરિયાત નથી. છતા તેઓ એમ કરે છે. એવું શાહરુખ ખાન પણ કરે છે. એવા ઘણા મહાન લોકો છે. તેનાથી તેમની બાબતે ઘણું બધુ જાણવા મળે છે. નિખિલ કામથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી કહાની સંભળાવી, જેમને કેટલાક કાર્યક્રમોમાં તેમની આસપાસ રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. તેઓ બોલ્યા હું તેમનો સામનો કરું છું અને તેમની પ્રશંસા કરું છું.

એક વખત અમે અમેરિકા, વૉશિંગટન ડીસીમાં હતા અને તેઓ સવારે 8:00 વાગ્યે એક રૂમમાં અમારા અને કેટલાક અમેરિકન બિઝનેસમેન સાથે વાતચીત કરતા હતા. પછી સવારે 11:00 વાગ્યે ક્યાંક દૂર ભાષણ આપ્યું, પછી બપોરે 1:00 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ સાથે મીટિંગ કરી. પછી તેઓ સાંજે 4:00 વાગ્યે કંઇક કરતા. રાત્રે 8:00 વાગ્યે તેમની પાસે બીજું કંઇક કામ હોત. રાત્રે 11:00 વાગ્યે કંઇક બીજું કામ કરે છે. રાત્રે 8:00 વાગ્યે હું થાકી ગયો હતો. 2 દિવસ બાદ મારી તબિયત ખરાબ થવા લાગી અને તેઓ કામ કરવા માટે મિસ્ત્ર જઇ રહ્યા હતા. આ ઉંમરમાં પણ તેમની ઉર્જા જબરદસ્ત છે. તેમની પાસે શીખવા માટે ઘણું બધુ છે.

error: Content is protected !!