fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા પડેલ વરસાદ થી ખેતીમા નુકસાન

Spread the love

તિજ સહિત તાલુકા મા પડેલ વરસાદ થી ખેતીમા નુકસાન
– ખેતરો બેટમા ફેરવાતા પાક નો પાણીમા ગરકાવ થયો
– મગફળી ,ડાંગર ,ફ્લાવર.  કોબીજ ના પાકો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા
             


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા મા મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જયા જુઓ ત્યા પાણી-પાણી જોવા મલ્યુ હતુ અને બે કલાક મા સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા તળાવો છલકાયા હતા તો ખેતરો બેટ મા ફેરવાઈ ગયા હતા


પ્રાંતિજ સહિત તાલુકામા સોમવાર ની સવાર થી ધીમીધારે ચાલુ થયેલ વરસાદ  દરમ્યાન આઠથી દસમા મેધરાજા ની ધમાકેદાર બેટિંગ કરતા જોતજોતામા આકાશ માંથી મીની આભ ફાટયુ હતુ અને બે કલાક મા સાડા પાંચ ઇંચ વરસાદ ખબકતા પ્રાંતિજ સહિત તાલુકામા જયા જુઓ ત્યા પાણી-પાણી થઈ ગયુ હતુ જેને લઈ ને પ્રાંતિજ ની શાન્તિનાથ સોસાયટી , વુદાવન પાર્ક સોસાયટી  , હાઇવે ભોઇવાસ , એસટી ડેપો , સરદાર નગર હનુમાન મંદિર સહિત ના વિસ્તારો મા આવેલ ધરો મા વરસાદી પાણી ધુસ્યા હતા જેને લઈ ને ખેતરો મા પાણી-પાણી થઈ ગયુ હતુ જેને લઈ ખેતરો મા તૈયાર થયેલ કોબીજ-ફ્લાવર નો ધરૂ સહિત મગફળી , ડાંગર , ફ્લાવર , કોબીજ ના પાકો નો પાણીમા ગરકાવ થયો હતો તો જુના રસુલપુર ખાતે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળતા ખેતરો તથા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા ખેતરો તથા રસ્તો એક સમાન લાગતા વાહન વ્યવહાર પણ બંધ કર્યો હતો તો ખેતરોમા પાણી ભરાતા તૈયાર થયેલ પાક મગફળી ,ડાંગર, ફ્લાવર-કોબીજ જેવા પાકનો પાણીમા ગરકાવ થયો હતો અને પાણી એકદમ ના ઉતરતા ખેતરો બેટ મા ફેરવાતા પાક ઉપર અસર થવા પામી છે ત્યારે એકદમ વરસાદ પડતા ખેડુતોનો તૈયાર થયેલ ધરૂ , પાક ઉપર વરસાદી પાણી ફરીવતા ધરતી પુત્રો ને હાલતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!