fbpx

પ્રાંતિજ તાલુકામાં આવેલ સાબરમતી નંદી બે કાંઠે થઈ

Spread the love

પ્રાંતિજ તાલુકામાં આવેલ સાબરમતી નંદી બે કાંઠે થઈ
– સ્થાનિક તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારો ને એલેટ કર્યો  
– ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ ને લઈને સાબરમતી નદીમાં નવા નીર આવ્યા
– શહેરીજનો નવા નીર જોવા સાબરમતી પુલ ઉપર દોડી આવ્યા

                 

ઉપરવાસ માં પડેલ ભારે વરસાદ ને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા માં આવેલ સાબરમતી નંદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં નવા નિર આવતાં ની સાથે નદી બે કાંઠે વહેતી થઈ હતી તો નવા નીર જોવા શહેરીજનો ઉમટી પડયા હતાં

    પ્રાંતિજ તાલુકામાંથી પ્રસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસ માં પડી રહેલ ભારે વરસાદ ને લઇને સાબરમતી નદીમાં ઉપર થી પાણી છોડવામાં આવતાં એક દિવસ પહેલાં કોળી ધાકત રહેલ સાબરમતી નદી માં નવા નીર આવતાં બે કાંઠે વહેતી જોવાં મળી હતી તો નદી કાઠે આવેલ ગામો મોરવાડ  , નવાપુરા  , સાંપડ  , ગળતેશ્વર  , પોયડા  ,ઓરાણ  , સીતવાડા સહિત ના ગામોને તંત્ર દ્વારા એલેટ કરવામાં આવ્યાં હતાં અને નદી કાંઠે પોતાનાં પશુધન લઈને ના જવા ની પણ સુચનાઓ આપવામાં આવી હતી  સાબરમતી નદીમાં નવા નીર આવતાં આજુબાજુના ખેડૂતો સહિત પંથક ના લોકો માં ખુશી જોવાં મળી હતી તો લોકો નવા નીર જોવાં સાદોલીયા ચેક ડેમ સહિત નદી કાંઠે શહેરીજનો  દોડી આવ્યાં હતાં

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!