કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને એક સેવા પરથી 18 ટકા GST હટાવવાની માંગ કરી છે. ગડકરીએ પત્રમાં લખ્યું છે કે મને નાગપુર ડિવિઝનલ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એમ્પલોઇઝ યુનિયને આવેદન પત્ર આપ્યું છે, જેમાં લાઇફ ઇન્શ્યોરન્સ અને મેડિકલ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પરનો 18 ટકા GST હટાવવાની માંગ કરવામાં આવી છે. ગડકરીએ કહ્યું કે, જીવન વીમો અને આરોગ્ય વીમા પરનો ટેક્સનો મતલબ એ છે કે જિંદગીની અનિશ્ચિત્તાઓ પર તમે ટેક્સા નાંખ્યો છે.
યુનિયનનું કહેવું છે કે, લાઇફ અને મેડિકલ વીમા પર GST ચૂકવણીમાં સૌથી મોટો પડકાર છે. આ બિઝનેસ સામાજિક રીતે જરૂરી છે, પરુંત GSTને કારણે અવરોધ ઉભા થઇ રહ્યા છે. આ પહેલાં જૂન મહિનામાં કન્ફેડરેશન ઓફ જનરલ ઇન્શ્યોરન્સ એજન્ટસે પણ નાણા મંત્રીને માંગ કરી હતી કે GST 18 ટકા ઘટાડીને 5 ટકા કરવામાં આવે.