fbpx

પ્રાંતિજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે રેલી યોજાઇ

Spread the love

પ્રાંતિજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે રેલી યોજાઇ
– રેલી યોજી જાગૃત કરવામા આવ્યા
– સેમિનાર દ્રારા લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ
– આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સ્તનપાન સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે રેલી નુ આયોજન કરવામા આવ્યુ હતુ અને રંગોળી સહિત સેમિનાર યોજી ને માર્ગદર્શન પુરૂ પાડયુ


   પ્રાંતિજ  વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૪ ની ઉજવણી ના ભાગરૂપે રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિસ્તાર ના લાભાર્થીઓ મુખ્ય સેવિકા બહેનો , પ્રોજેક્ટ વૃધ્ધિ ના કોર્ડીનેટર , આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી  જેમા સ્તનપાન ને સુદ્રઢ કરવા માતા-પિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પુરૂપાડયુ છે જે માટે એક વાલીઓને જાગૃત કરવામા આવ્યા હતા અને રેલી નુ સુંદર આયોજન પણ કરવામા આવ્યુ હતુ તો સ્તનપાન અંગે જાગૃતિ આવે તે હેતુથી જનસેવા કેન્દ્ર ખાતે એક સેમિનાર નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ સીડીપીઓ ધૃતિ બેન પુરોહિત  દ્રારા સ્તનપાન નુ મહત્વ ફાયદાઓ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ જેમા સર્ગભા-ધાત્રીમાતા , પિતા-દાદા , કિશોરી સહિત ૫૦ થી વધુ લાભાર્થીઓ સમજ આપી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ સી.ડી.પી.ઓ ધૃતિ બેન પુરોહિત , મુખ્ય સેવિકા બહેનોમા સોનલબેન ઉપાધ્યાય , જોષી મીનાક્ષી બેન , રમીલાબેન ,મજુલાબેન  , મેધના બેન , કુપ્તિ બેન , પ્રોજેક્ટ કોર્ડીનેટર મહેલભાઇ , અવિનાશ ભાઇ તથા અજયભાઇ , વર્ષાબેન , પિયકાબેન , અલકાબેન તથા હિનાબેન રાવલ , ભાવસાર હેમાગીબેન સહિત પ્રાંતિજ ધટક-૧અને૨ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!