fbpx

ITR ફાઇલ નથી કર્યું? આ તારીખ સુધી રિટર્ન ફાઇલ કરાશે, પણ ગજવું હળવું કરવું પડશે

Spread the love

આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2024 પસાર થઈ ગઈ છે. જો તમે કોઈ કારણસર ITR ફાઈલ ન કરી શક્યા તો હવે શું? શું તમારી પાસે હજુ પણ ITR ફાઇલ કરવાનો વિકલ્પ છે? હા, તમારી પાસે અંતિમ તારીખ પછી પણ ITR ફાઇલ કરવાનો વિકલ્પ હોય છે. પ્રારંભિક સમયમર્યાદા ચૂકી ગયા પછી પણ, તમે જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને તમારો જરૂરી ટેક્સ ચૂકવી શકો છો.

અહીં તમને જણાવી દઈએ કે, રિટર્ન મોડું ફાઈલ કરવા પર તમારે અમુક દંડ ભરવો પડી શકે છે. તેથી, કોઈપણ પ્રકારની સમસ્યાને ટાળવા માટે, તમને નિષ્ણાતો દ્વારા આ પ્રક્રિયાને જલ્દી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. મોડા આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ દર વર્ષે 31મી ડિસેમ્બર છે. જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે તમારો ટેક્સ ભર્યો નથી, તો તમારી પાસે મોડું ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધીનો સમય છે.

રિટર્ન ભરવામાં વિલંબને આવકવેરાની ભાષામાં વિલંબિત રિટર્ન કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમે 31મી જુલાઈની મૂળ તારીખ પછી તમારું આવકવેરા રિટર્ન સબમિટ કરી રહ્યાં છો. આવા રિટર્ન આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે.

જો તમે 31મી જુલાઈની અંતિમ તારીખ પછી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો, તો આ પ્રક્રિયા 31મી જુલાઈ પહેલા ફાઇલ કરવાની પ્રક્રિયા જેવી જ છે. જો કે, મોડું ITR ફોર્મ ફાઇલ કરતી વખતે, તમારે સેક્શન 139(4) પસંદ કરવું પડશે, 139(1) નહીં. જ્યારે તમે નિયત તારીખ એટલે કે 31 જુલાઈ, 2024ના રોજ તમારો ITR ફાઇલ કરો છો, ત્યારે કલમ 139(1) પસંદ કરવામાં આવે છે.

જો નિયત તારીખ પછી ITR સબમિટ કરવામાં આવે છે, તો આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ લેટ ફાઇલિંગ ફી ચૂકવવાની રહેશે. આ મુજબ, લેટ ITR ફાઇલ કરનારાઓ પર 5,000 રૂપિયાની પેનલ્ટી લાગુ પડે છે, જો રિટર્ન આકારણી વર્ષની 31 ડિસેમ્બર પહેલા ફાઇલ કરવામાં આવે. જો કુલ આવક રૂ. 5,00,000થી વધુ ન હોય તો દંડ રૂ. 1,000 સુધી રહે છે. જેમની કરપાત્ર આવક રૂ. 5 લાખથી વધુ નથી, તેમના માટે ITR મોડું ફાઇલ કરવા પર રૂ. 1,000નો દંડ છે.

અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે, જો તમારી પાસે કોઈ ટેક્સ બાકી ન હોય તો પણ તમારે આ દંડ ભરવો પડશે. જો તમારી કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં ઓછી છે, તો ITR મોડું ફાઈલ કરવા પર કોઈ લેટ ફી લાગશે નહીં. પરંતુ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જો તમારી કુલ આવક મુક્તિ મર્યાદા કરતા ઓછી છે, પરંતુ ITR ફાઇલ કરવી જરૂરી છે, તો પણ દંડ લાદવામાં આવશે.

error: Content is protected !!