fbpx

દલિત કોટામાં કોટા મળવાથી કંઈ જાતિઓને થશે ફાયદો? SCના નિર્ણયથી શું અસર?

Spread the love

અનુસૂચિત જાતિઓને 15 ટકા અનામતની વ્યવસ્થા સંવિધાનમાં કરવામાં આવી છે. એટલું જ નહીં આ કોટામાં ઘણા રાજ્યોએ સબ કેટગરી પણ જોડી હતી, જેને લઇને કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. પંજાબ અને તામિલનાડુ જેવા રાજ્યો પર સુનાવણી કરતા કોર્ટે તેને યોગ્ય કરાર આપ્યો. તેની સાથે જ તેણે વર્ષ 2004ના ચિન્નૈયા કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના જ નિર્ણયને ફગાવી દીધો અને કહ્યું કે સરકારનો અધિકાર છે કે તે કોટાની અંદર કોટા આપી શકે.

સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, અનુસૂચિત જાતિ વર્ગમાં સમરૂપમાં નથી. એ હેઠળ અલગ લગ જાતિઓ આવે છે અને તેમને અલગ અલગ ઢંગના ભેદભાવ અને પરેશાનીનો સામનો કરવો પડે છે. 7 જજોની સંવિધાનિક પીઠે કહ્યું કે, દલિત સમુદાયમાં સમરૂપતા નથી. એવામાં રાજ્ય સરકારો વેટેજના જીસાબે સબ કોટા નક્કી કરી શકે છે. એ જોતા એવો નિર્ણય થઇ શકે છે કે કઇ જાતિઓને વધારે ભેદભાવનો સામનો કરવો પડે છે.

ચીફ જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચૂડ, બીઆર ગવઇ, જસ્ટિસ વિક્રમનાથ સહિત કુલ 6 જજોએ એકમથી તેના પર મ્હોર લગાવી. તો એક જજનું મંતવ્ય અલગ હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, આ સબ કોટા જમીની સર્વેના આધાર પર જ આપવા જોઇએ. પહેલા એ જાણકારી મેળવવી પડશે કે કઇ જાતિનું સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશનમાં કેટલું પ્રતિનિધિત્વ છે. આ પ્રકારે કોર્ટનો આ નિર્ણય વિભિન્ન રાજ્યોમાં દલિત સમાજની એ જાતિઓનો ફાયદો પહોંચાડશે, જેનું પ્રતિનિધિત્વ અપેક્ષાકૃત ઓછું છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં જાટવ સમુદાય દલિત સમાજમાં અન્યની તુલનામાં સારી સ્થિતિમાં છે.

એ પ્રકારે બિહારમાં પાસવાન જાતિની તુલનાત્મક સ્થિતિ સારી છે. એવામાં મુસહર, વાલ્મીકિ, ધોબી જેવી તમામ સમુદાયો માટે અલગથી સબ કોટા ફાયદો પહોંચાડી શકે છે. એ પ્રકારે પંજાબ, હરિયાણા જેવા તમામ રાજ્યોમાં દલિત કોટામાં પણ વર્ગીકરણ કરવાથી દરેક જાતિ સુધી અનામતનો સંપૂર્ણ લાભ પહોંચવાની આશા છે. તેની સુનાવણી દરમિયાન જસ્ટિસ બેલા એમ ત્રિપાઠીનો નિર્ણય અલગ રહ્યો.

તેમણે કહ્યું કે, જાતિના આધાર પર જ SC કોટા મળે છે. આ પ્રકારે જાતીય ઓળખના આધાર પર જ્યારે કોટા મળે છે તો પછી તેમાં પણ ફાળવણીની જરૂરિયાત નથી. તો જસ્ટિસ બી.આર. ગવઇએ આ દરમિયાન એ જરૂરિયાત બતાવી કે SCમાં પણ ક્રીમી લેયરની વ્યવસ્થા હોવી જોઇએ અને ફાયદો મેળવી ચૂકેલા લોકોને તેનાથી અલગ કરીને પીડિતોને અવસર આપવો જોઇએ.

error: Content is protected !!