વાત છે વર્ષ 2019ના વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચની, જ્યારે ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થઇ રહ્યો હતો. ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવા માટે 10 બૉલમાં 25 રનની જરૂરિયાત હતી. સ્ટ્રાઇક પર હતો મહેન્દ્ર સિંહ ધોની, જેની પાસે ચમત્કારની આપેક્ષા આખો દેશ રાખી બેઠો હતો કે માહી મેચ ફિનિશ કરશે અને ભારત જીતી જશે. પરંતુ 49મી ઓવરનો ત્રીજો બૉલ અંગૂઠા પર જઇને લાગ્યો અને લેગ સાઇડ તરફ જતો રહ્યો. માર્ટિન ગપ્ટિલના હાથમાં બૉલ ગયો અને આ દરમિયાન ધોની બીજો રન લેવાના ચક્કરમાં દોડ્યો અને ડાયરેક્ટ હિટ લાગ્યો અને તે રન આઉટ થઇ ગયો.એ સમયે આખા સ્ટેડિયમમાં શાંતિ પ્રસરી ગઇ. ધોની જો ડાઇવ લગાવતો તો કદાચ આ રન આઉટ ન થતો, કેમ કે તેની બેટ પીચથી માત્ર 2 ઇંચ દૂર રહી ગઇ હતી, પરંતુ ધોનીના રન આઉટ થતા જ કરોડો ભારતીય ફેન્સનું દિલ તૂટી ગયા અને ન્યૂઝીલેન્ડે મેચ જીતવા સાથે જ ફાઇનલમાં પ્રવેશ કર્યો. વર્ષ 2019ના વર્લ્ડ કપની આ હારને ઘણો સમય વીતી ચૂક્યો છે, પરંતુ આજે પણ આ દર્દ આખી ભારતીય ટીમ અને ફેન્સને સારી રીતે યાદ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધોનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં એક ફેને તેને પૂછ્યું કે એ હાર બાદ કેપ્ટન કુલે પોતાને કેવી રીતે સંભાળ્યા, તેના પર મહેન્દ્ર સિંહ ધોનીએ જવાબ આપ્યો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ 2019ના વન-ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર પર નિવેદન આપ્યું. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં 43 વર્ષિય ખેલાડીએ કહ્યું કે એ પળ દિલ તોડનારી હતી. ઉલ્લેખનીય છે કે 5 વર્ષ અગાઉ રમાયેલી એ સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતને 240 રનનો ટારગેટ મળ્યો હતો.
MS Dhoni On 2019 World Cup Semi Final#MSDhoni pic.twitter.com/HAiXWBivef
— Chakri Dhoni (@ChakriDhonii) July 31, 2024ટોપ ઓર્ડર ફેલ થયા બાદ રવીન્દ્ર જાડેજાએ 59 બૉલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેનો સાથે મહેન્દ્ર સિંહ ધોની આપી રહ્યો હતો, પરંતુ 12 બૉલમાં ટીમને 31 રનની જરૂરિયાત હતી. ધોનીએ પહેલા બૉલ પર સિક્સ માર્યો અને ત્રીજા બૉલ પર 2 રન દોડવાના ચક્કરમાં રન આઉટ થઇ ગયો. માર્ટિન ગપ્ટિલે થ્રો ફેક્યો અને ધોની રન આઉટ થતા ભારતીય ફેન્સની આશા અપેક્ષાઓ તોડી દીધી.
આ દરમિયાન માહીને તાજેતરમાં જ એક ફેને એ દર્દથી બહાર આવવાને લઇને પૂછ્યું તો તેણે કહ્યું કે, એ એક મુશ્કેલ પળ હતી કેમ કે હું જાણતીઓ હતો કે એ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે, એટલે સારું થતું જો અમે જીતી જતા. તેણે કહ્યું કે, એ એક દિલ તોડનારી પળ હતી એટલે અમે હાર સ્વીકારી અને આગળ વધવાનો પ્રયાસ કર્યો. વર્લ્ડ કપ બાદ મને ખૂબ સમય મળ્યો કેમ કે મેં કોઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી નહોતી. એ દિલ તોડનાર હતું, પરંતુ સાથે જ તમારે તેનાથી બહાર નીકળવાનું હોય છે. તમે બસ સ્વીકારો છો કે તમે પોતાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો, પરંતુ તમે તેણે જીતવામાં નિષ્ફળ રહ્યા.