સુરતમાં 30 જુલાઇએ સારોલી પાસે મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઇ ગયા હતા. આ બ્રિજ બનાવવાનું કામ દિલીપ બિલ્ડકોનન કંપનીને આપવામાં આવ્યું હતુ. આ કંપની કોણ છે તેના વિશે તમને માહિતી આપીશું.
દિલીપ બિલ્ડકોન ભોપાલની કંપની છે અને 1987માં દિલીપ સૂર્યવંશીએ શરૂ કરેલી. આ કંપની પાસે અમદાવાદ, ભોપાલ, ઇંદોરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ છે અને રાજકોટમાં હિરાસર એરપોર્ટ પણ આ જ કંપનીએ બનાવ્યું છે. તાજેતરમાં રાજકોટમાં હિરાસર એરપોર્ટ પર કેનોપી તુટ્યું પડ્યું હતું.
2021માં દિલીપ બિલ્ડકોન કંપની પર CBIએ દરોડા પાડ્યા હતા. કંપની પર આરોપ હતો કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીને કંપનીએ 20 લાખ રૂપિયાની લાંચ આપી હતી અને આ કેસમાં CBIએ મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.