ધારાશિવ જિલ્લાના કન્ઝ્યૂમર ફોરમ કોર્ટે એક મહિલાની ફરિયાદ પર બૂટિકને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેની સાથે બૂટિક મહિલાને એક બ્લાઉઝ મફતમાં આપશે, એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલો કસ્ટમરને આપેલા સમય પર ઓર્ડર ન પૂરો કરી શકવાનો છે. જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ (ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર રીડ્રેસલ કમિશન)ના અધ્યક્ષ કિશોર વાંદે અને સભ્ય વૈશાલી બોરડેએ 15 જુલાઈએ આ નિર્ણય સંભળાવ્યો છે. ન્યૂઝ એજન્સી પાસેથી મળતી માહિતી અનુસાર આ મામલો એક વર્ષ જૂનો છે.
સ્વાતિ કસ્તુરી નામની એક મહિલાએ ધારાશિવમાં માર્ટિન બૂટિકને 2 બ્લાઉઝ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર મહિલાએ 13 જાન્યુઆરી 2023ના રોજ આપ્યો હતો. તેનું આખું કોસ્ટ બુટિંગ 6300 રૂપિયા બતાવવામાં આવ્યા હતા. તેના પર સ્વાતિએ 3000 રૂપિયાની ચૂકવણી પણ કરી દીધી હતી. ત્યારબાદ બુટિક તરફથી આપવામાં આવેલા સમયાનુસાર 25 જાન્યુઆરી 2023ના રોજ સ્વાતિને માત્ર એક બ્લાઉઝ બનાવીને આપ્યું, જ્યારે વાત બંને બ્લાઉઝ આપવાની થઈ હતી.
ત્યારબાદ બુટિક માલિકે બીજું બ્લાઉઝ 1 ફેબ્રુઆરીએ આપવાનો વાયદો કર્યો. ત્યારબાદ પણ એ સમય સુધી બીજું બ્લાઉઝ ન બનાવી અપાયુ. ત્યારબાદ મહિલા કસ્ટમરે ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત બુટિકને તેનું બ્લાઉઝ બનાવી આપવા કહ્યું, પરંતુ બૂટિક માલિક નેહા સંતે બીજું બ્લાઉઝ આપવાનો ઇનકાર કરી દીધો. સાથે જ બ્લાઉઝ ન આપવા પાછળ કોઈ સંતોષકારક જવાબ પણ આપી રહી નહોતી. ત્યારબાદ સ્વાતિએ 28 એપ્રિલ 2023ના રોજ પોતાના વકીલના માધ્યમથી બુટિકને એક નોટિસ મોકલી.
તેને પણ બૂટિકની ઓનરે એક્સેપ્ટ ન કરી. ત્યારબાદ સ્વાતિ કસ્તૂરીએ ઉપભોક્તા ફોરમમાં બૂટિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કેસને જોતા કન્ઝ્યૂમર ફોરમે બુટિક સંચાલિકા નેહા સંતને 15 હજાર રૂપિયા માનસિક અને શારીરિક અત્યાચાર અને કાયદાકીય કાર્યવાહીમાં ખર્ચ તરીકે ફરિયાદકર્તાને આપવા કહ્યું છે. સાથે જ 15 દિવસોની અંદર બીજું બ્લાઉઝ મફતમાં આપવા કહ્યું છે.