fbpx

રાહુલ ગાંધીની EDની રેડવાળી પોસ્ટ પર પ્રિયંકા ચતુર્વેદી બોલ્યા- એજન્સીઓએ..

Spread the love

લોકસભામાં વિપક્ષણા નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને લખ્યું કે, મારી વિરુદ્ધ EDની છાપેમારીની યોજના બનાવવામાં આવી રહી છે અને હું EDનો ખુલ્લા દિલથી સ્વાગત કરીશ. તેના પર શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા આવી છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તેમને એવી જાણકારી મળી રહી છે કે ED અધિકારી તેમના આવાસ પર છાપેમારી કરી શકે છે. જ્યારે સરકાર ડરી જાય છે તો તે ED અને CBIને આગળ કરી દે છે.

તેમણે કહ્યું કે, અમે સતત એ વાત પર ચર્ચા કરી રહ્યા છીએ કે આ સરકાર, ED, CBI અને આવકવેરા વિભાગના માધ્યમથી કેવી રીતે પોતાના એજન્ડા ચલાવે છે. આ પ્રકારે મહુઆ મોઇત્રા, સંજય રાઉત, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ સાથે કર્યું છે. એ પસંદગીની કાર્યવાહી દેખાડે છે કે આ એજન્સીઓએ સરકાર સામે કેવી રીતે ઘૂંટણ ટેકવી દીધા છે.

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘જાહેર છે 2માંથી 1ને મારું ચક્રવ્યૂહ ભાષણ સારું નથી લાગ્યું. EDના આંતરિક સૂત્રોએ મને જણાવ્યું કે છાપેમારીની તૈયારી થઇ રહી છે. હું ખુલ્લા હાથે EDની રાહ જોઇ રહ્યો છું. ચા અને બિસ્કિટ મારા તરફથી..’ તેની સાથે જ રાહુલ ગાંધીએ પોતાની આ પોસ્ટમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાર એક્સ હેન્ડલને ટેગ પણ કર્યું છે. તો રાહુલ ગાંધીના આ દાવા પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ED અધિકારીનું નામ બતાવો. વિપક્ષી નેતાનું આ નિવેદન શરમજનક છે.

શું હતું ચક્રવ્યૂહ ભાષણ?

લોકસભામાં નેતાપ્રતિપક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ભારતને અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધન INDIA આ ચક્રવ્યૂહને તોડશે. તેમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા એવો પણ દાવો કર્યો હતો કે આ બજેટમાં થોડા પૂંજીપતિઓના એકાધિકાર અને લોકતાંત્રિક ઢાંચાને નષ્ટ કરનારા રાજનીતિક અધિકારને મજબૂતી પ્રદાન કરવામાં આવી છે, જ્યારે યુવાઓ, ખેડૂતો અને મધ્યમ વર્ગને નજરઅંદાજ કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 21મી સદીમાં વધુ એક ચક્રવ્યૂહ તૈયાર કરવામાં આવ્યું છે જે અભિમન્યુ સાથે થયું, એ જ ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે જે પ્રકારે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા હતા એ જ પ્રકારે ભારતને ફસાવી દીધું છે. INDIA ગઠબંધન આ ચક્રવ્યૂહને તોડશે. INDIA ગઠબંધન સત્તામાં આવવા પર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે અને ખેડૂતોને MSPની કાયદાકીય ગેરંટી આપશે. નેતા પ્રતિપક્ષે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હજારો વર્ષ અગાઉ કુરુક્ષેત્રમાં અભિમન્યુને ચક્રવ્યૂહમાં 6 લોકોએ ફસાવીને માર્યો હતો. ચક્રવ્યૂહનું બીજું નામ પદ્મવ્યૂહ જે કમળના ફૂલના આકારનું હોય છે.

error: Content is protected !!