fbpx

CSKએ રાખી BCCI સામે અનોખી ડિમાન્ડ, કાવ્યા મારને કર્યો વિરોધ

Spread the love

ગત દિવસોમાં IPL 2025 ચર્ચાનો વિષય બની છે અને મેગા ઓક્શન પર દલીલો શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ના મેનેજમેન્ટે BCCIને આગ્રહ કર્યો છે કે મેગા ઓક્શન અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડીના રૂપમાં જોવામાં આવે. એક મીડિયા રિપોર્ટમાં ખૂલસો થયો છે કે CSK એક જૂના નિયમને ફરી લાગૂ કરાવવા માગે છે. આ નિયમ હેઠળ જો કોઇ ખેલાડીને રિટાયર થયાના 5 વર્ષ કે તેનાથી વધારે સમય વીતી ચૂક્યો છે તો તેને અનકેપ્ડ માનવામાં આવશે.

IPL સમિતિએ 2022ના ઓક્શન અગાઉ આ નિયમ પર રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ધોનીએ ઇન્ટરનેશનલ સ્તર પર ભારત માટે વર્ષ 2019માં કોઇ મેચ રમી હતી, તો 15 ઑગસ્ટ 2019ના રોજ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. 31 જુલાઇના રોજ મુંબઇમાં થયેલી મીટિંગ દરમિયાન CSKએ ધોનીને અનકેપ્ડ ખેલાડી જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલકિન કાવ્ય મારન સહિત ઘણી ટીમોના માલિક આ નિર્ણયના વિરોધમાં છે. તેમનું માનવું છે કે તેનાથી ધોની સહિત અન્ય મહાન ખેલાડીઓની લેગસી ખરડાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્ય મારને હાલમાં થયેલી મીટિંગમાં કહ્યું કે, જો એક રિટાયર થઇ ચૂકેલા ખેલાડીને અનકેપ્ડનો ટેગ આપીને ઓક્શનમાં લાવવવામાં આવે છે તો તેની મહાનતા સાથે ખેલવાડ કરવાનો હશે. કાવ્યા મુજબ જો કોઇ અનકેપ્ડ ખેલાડી ઓક્શનમાં આવીને રિટેન કરાયેલા અનકેપ્ડ ખેલાડીથી વધારે રકમ લઇ જાય છે તો તે મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજનું અપમાન કરવાનું હશે. તેનું સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવું હતું કે ધોનીને ઓક્શનમાં ઉતારવો જોઇએ, જેથી ઓક્શનમાં તેને સાચી પ્રાઇઝ મળી શકે.

BCCI અને IPL ટીમ માલિકોની મીટિંગમાં એક મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો કે જે ખેલાડીઓને રિટાયર થયાના 5 વર્ષ કે તેનાથી વધારે સમય થઇ ચૂક્યો હોય, તેની બેઝ પ્રાઇઝ ઓછી થવી જોઇએ. રિપોર્ટ્સ મુજબ આ સલાહ IPLના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમંગ અમીને આપી હતી. તેનું માનવું હતું કે આ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ઓછી થશે તો તેમને ઓક્શનમાં ખરીદવાની સંભાવના વધી જશે.

error: Content is protected !!