fbpx

દાદાને દીદીએ 1 રૂપિયામાં આપી દીધી 350 એકર જમીન, મામલો હાઇકોર્ટ પહોંચ્યો

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIન પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ફેક્ટ્રી બનાવવા માટે 999 વર્ષ માટે એક રૂપિયામાં જમીન કેવી રીતે લીજ પર લઇ લીધી? આ બાબતે કોલકાતા હાઇ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ મેદિનીપુરમાં ફેક્ટ્રી માટે 1 રૂપિયામાં જમીન ફાળવવા વિરુદ્ધ જનહિતની અરજી પર હવે જસ્ટિસ જયમાલ્ય બાગચીની અધ્યક્ષતાવાળી કોલકાતા હાઇ કોર્ટની ખંડપીઠમાં સુનાવણી થશે. જનહિતની અરજીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર દ્વારા જમીન ફાળવણીને લઇને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

આ કેસની સુનાવણી ચિટફંડ કેસ માટે રચાયેલી ખંડપીઠમાં થશે. ચીફ જસ્ટિસની ખંડપીઠે કહ્યું કે, ચિટફંડ કેસની સુનાવણી જસ્ટિસ જયમાલ્ય બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ કરી રહી છે એટલે જનહિતના આ કેસની પણ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સરકારે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ચંદ્રકોનામાં ફિલ્મ સિટી બનાવવા માટે પ્રયાગ ગ્રુપને 750 એકર જમીન આપવામાં આવી હતી. પ્રયાગ ગ્રુપને 2700 કરોડ રૂપિયાના રોકાણનો વાયદો કરવામાં આવ્યો હતો.

શરૂઆતી ફાળવણી જમીન સહિત પરિયોજનાનો સંપૂર્ણ ખર્ચ માટે હતી. ત્યારબાદ કંપનીનું નામ ચિટફંડ કેસમાં આવ્યું અને તેના પર ખૂબ હોબાળો થયો. કંપની પર જમાકર્તાઓ પાસે 2700 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો. પ્રયાગ ગ્રુપે ફિલ્મસિટીના નિર્માણમાં પણ એટલું જ રોકાણ કર્યું. આ દરમિયાન ચિટફંડ કેસમાં નામ આવ્યા બાદ રાજ્યમાં ભારે હોબાળો થયો. સરકારે જમકર્તાઓના પૈસા પરત કરવા માટે પ્રયાગ ગ્રુપની બધી સંપત્તિઓ જપ્ત કરી લીધી. તેમાં ચંદ્રકોનામાં 750 એકર જમીન પણ સામેલ હતી.

હવે મમતા બેનર્જી સરકારે સૌરવ ગાંગુલીને લગભગ 350 એકર જમીન આપી છે. આ જમીન એક રૂપિયામાં 999 વર્ષ માટે લીજ પર આપવામાં આવી છે. રાજ્યના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શેખ મસૂદ નામના અરજીકર્તાએ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે. તેમના વકીલ શુભાશીષ ચક્રવર્તીએ કહ્યું કે, રાજ્યએ પ્રયાગ ગ્રુપની સંપત્તિ જપ્ત કરવી જોઇએ અને જમાકર્તાઓને પૈસા કરત કરવા પડશે.

એ જ પ્રકારે ચંદ્રકોનાની જમીન પણ વેચવાની હતી અને માલિકોના પૈસા પરત કરવાના હતા, પરંતુ સરકાર એમ કરી રહી નથી. બીજી તરફ સૌરવ ગાંગુલીએ એક રૂપિયામાં 999 વર્ષ માટે કારખાનું બનાવવા માટે લીજ પર લઇ રાખી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સરકાર આ જમીનને કોઇને કેવી રીતે આપી શકે છે. એ જમીન જમાકર્તાઓના પૈસાથી ખરીદવામાં આવી હતી અને તેને જમાકર્તાઓને પરત કરવાની જવાદારી સરકારની છે.

error: Content is protected !!