fbpx

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

Post Views: 142 ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ…

2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે ‘બેબીસિયા’

Post Views: 101 એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી…

હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, ‘કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો’

Post Views: 130 બરેલીમાં બેઝિક શિક્ષણ વિભાગના એક નવા આદેશથી સરકારી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે.…

દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

Post Views: 71 દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સીના LPG સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો…

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

Post Views: 76 રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી…

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

Post Views: 88 TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી…

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

Post Views: 91 DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ…

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ ‘પ્લસ’? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

Post Views: 68 શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત…

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

Post Views: 73 મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ…

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

Post Views: 72 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત મુદ્દાની અપીલ પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આકરા પ્રહાર કર્યા છે. યાદવે આ અપીલને સરકારની ‘નિષ્ફળતાનો સ્વીકાર’ ગણાવતા કહ્યું કે, ચૂંટણી પૂરી થતા જ સરકારને સંકટની યાદ આવી ગઈ છે, જ્યારે હકીકતમાં ભાજપ પોતે જ દેશ માટે સૌથી મોટું સંકટ છે. અખિલેશ યાદવે સરકારના આર્થિક મોરચે નિષ્ફળતાના મુદ્દા ઉઠાવતા ગંભીર સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું કે જો આટલી બધી પાબંદીઓ લગાવવી પડતી હોય, તો ‘5 ટ્રિલિયન ડોલરની જુમલાઈ ઈકોનોમી’ કેવી રીતે બનશે? સરકારના હાથમાંથી લગામ છૂટી ગઈ છે. ડોલર આસમાને પહોંચ્યો છે અને રૂપિયો પાતાળમાં જઈ રહ્યો છે. જનતાને સોનું ન ખરીદવાની અપીલ કરવાને બદલે ભાજપે પોતાના ભ્રષ્ટ નેતાઓને આ સલાહ આપવી જોઈએ. જનતા તો અત્યારે 1.5 લાખ રૂપિયે તોલાના ભાવે સોનું ખરીદવા સક્ષમ જ નથી. ભાજપના લોકો જ પોતાની કાળી કમાણીને સોનામાં ફેરવી રહ્યા છે. સપા પ્રમુખે ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચ અંગે ભાજપને ઘેરતા પૂછ્યું કે શું ચૂંટણીમાં ભાજપના નેતાઓએ કરેલી હજારો ચાર્ટર પ્લેનની મુસાફરીઓ પાણીથી થતી હતી? શું તેઓ હોટલમાં નહોતા રોકાતા? જો આટલું જ સંકટ હતું તો ચૂંટણીમાં વીડિયો કોન્ફરન્સિંગથી પ્રચાર કેમ ન કર્યો? શું બધી પાબંદીઓ માત્ર જનતા માટે જ છે? યાદવે આક્ષેપ કર્યો કે દેશની હાલની સ્થિતિ પાછળ ભાજપની નબળી વિદેશ નીતિ જવાબદાર છે. ભારતની પરંપરાગત ‘બિન-જોડાણવાદી’ (Non-aligned) નીતિ છોડીને ચોક્કસ જૂથોના દબાણમાં આવવાને કારણે દેશની જનતાએ મોંઘવારી, બેરોજગારી અને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂત, મજૂર, યુવાનો અને ગૃહિણીઓ – દરેક વર્ગ અત્યારે આની લપેટમાં છે. અખિલેશ યાદવે ભાજપ પર બહુપક્ષીય પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણીમાં ગેરરીતિઓ કરીને રાજનીતિને પ્રદૂષિત કરી છે. નફરત ફેલાવીને સામાજિક સૌહાર્દ બગાડ્યો છે. પોતાના આચરણથી સંસ્કારોને કલંકિત કર્યા છે. સાધુ-સંતો પર આરોપો લગાવીને ધર્મને પણ બાકાત રાખ્યો નથી. અખિલેશ યાદવે અંતમાં ચેતવણી આપતા કહ્યું કે, સરકારનું કામ સંસાધનોનો સદુપયોગ કરીને આપત્તિમાંથી બહાર લાવવાનું છે, ડર કે અફરાતફરી ફેલાવવાનું નહીં. આ અપીલ બાદ જનતામાં જે રોષ ફાટી નીકળ્યો છે, તેનું મેનેજમેન્ટ ભાજપ કોઈ ‘ચૂંટણી જુગાડ’થી કરી શકશે નહીં. હવે દેશ કહી રહ્યો છે – આજનું ભારત કહે છે, નથી જોઈતી ભાજપ!

error: Content is protected !!