fbpx

OnePlusનો નવો ફોન લોન્ચ, 1TB સ્ટોરેજ, નવું VIP પ્રાઇવસી મોડ, જાણી લો કિંમત

Spread the love

OnePlusએ પોતાના ફોલ્ડિંગ ફોનનો નવો વેરિયન્ટ લોન્ચ કરી દીધો છે. કંપનીએ OnePlus Open Apex Editionને ભારતમાં લોન્ચ કર્યો છે, જેમાં કેટલાક નવા ફીચર્સ પણ જોડવામાં આવ્યા છે. તેમાં સિક્યોરિટી ચિપ, એક નવું VIP પ્રાઇવસી મોડ અને 1TBનું સ્ટોરેજ મળે છે. એ સિવાય ફોનમાં AI ઇમેજ એડિટિંગ ફીચર જોડવામાં આવ્યું છે. આ વેરિયન્ટની કિંમત રેગ્યૂલર વેરિયન્ટથી વધારે છે. જો કે, કેમેરા, પ્રોસેસર અને બીજા કોન્ફિગ્રેશનમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. તેની સાથે જ કંપની કન્ઝ્યૂમર્સને થોડા એડિશનલ બેનિફિટ્સ પણ આપી રહી છે. આવો જણીએ ફોનની કિંમત અને બીજી ડિટેલ્સ.

કેટલા રૂપિયા છે કિંમત?

OnePlus Open Apex Edition માત્ર એક કોન્ફિગ્રેશન 16GB RAM અને 1TB સ્ટોરેજ આવે છે. આ વેરિયન્ટની કિંમત 1,49,999 રૂપિયા છે. તો રેગ્યુલર વેરિયન્ટની કિંમત 1,39,999 રૂપિયા છે. આ ફોન ભારતમાં 10 ઑગસ્ટથી વેચાણમાં આવશે. તેને OnePlusની સત્તાવાર વેબસાઇટ પરથી સીધો જ ખરીદી શકાશે. OnePlus Open Apex Edition ખરીદવા પર ગ્રાહકોને Microsoft 365 Personalનું 3 મહિનાનું સબસ્ક્રિપ્શન મળશે. એ સિવાય કંપની 15 હજાર રૂપિયા સુધીનો Jio પોસ્ટપેડ પ્લાન સાથે આપી રહી છે.

OnePlus Open Apex Editionમાં 7.82 ઇંચની 2K AMOLED ડિસ્પ્લે મળી રહી છે જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 2800 Nitsની છે. તો ઓવર ડિસ્પ્લે 6.31 ઇંચની છે. એ પણ AMOLED સ્ક્રીન છે, જે 120 Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 16GB RAM અને 1TB સ્ટોરેજ મળે છે.

ફોન 48MP પ્રાઇમરી સેન્સર, 64MPનું ટેલિફોટો લેન્સ અને 48MPનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે તો ફ્રન્ટમાં 20MP અને 32 MPના 2 કેમેરા મળે છે. ફોન એન્ડ્રોઇડ 14 પર બેઝ્ડ Oxygen OS પર કામ કરે છે. તેને 3 વર્ષનું એન્ડ્રોઇડ અપડેટ મળશે. ડિવાઇસને પાવર આપવા માટે 4805mAhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 80W ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં અલગથી પ્રાઇવસી મોડ અને સિક્યોરિટી ચિપ આપવામાં આવી છે.

error: Content is protected !!