fbpx

સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ બિહારની ખુશ્બૂ મેડમ, દેશભરમાં આ કારણે થઇ રહી છે પ્રશંસા

Spread the love

વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ભણાવતી બિહારની એક મહિલા ટીચરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. બાંકાના કટોરિયા પેટાવિભાગ સ્થિત પ્રન્નોત માધ્યમિક વિદ્યાલય કઠોનની મહિલા શિક્ષિકાનો ‘ચહક’ કાર્યક્રમનો વીડિયો વાયરલ થવા પર શિક્ષણ મંત્રાલય ભારત સરકારના OSD સંજય કુમારે વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા આયોજિત તાલીમમાં બધી શાળાઓના શિક્ષકોને ‘ચહક’ તાલીમ આપવામાં આવી રહી છે જે બાળકો શાળાએ આવતા નથી. એ બાળકોને ચહકના માધ્યમથી જાગૃત કરીને શાળા સુધી પહોંચવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

વિદ્યાર્થીઓને અલગ રીતે ભણાવતી ખુશ્બૂ મેડમની ચર્ચા થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે બાળકો શાળામાં ખુશ થઇને આવે છે અને ખુશ્બૂ મેડમ જે ભણાવે છે, તેઓ તેને સરળતાથી સમજી શકે છે. બાળકો ખુશ્બૂ મેડમની શાળામાં ખુશ રહે છે. બાંકાના કટોરિયા પેટા વિભાગની શાળામાં છુટ્ટી થવા સુધીમાં શિક્ષણ પ્રત્યે બાળકોમાં રુચિ જગાડવા સરળતાથી પાઠ્યક્રમની સમાજ બનાવવા માટે ચહક FLN અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યું છે. ખુશ્બૂ દ્વારા અનોખા અંદાજથી બાળકોને શિક્ષણ આપવાનો વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

મહિલા શિક્ષિકા ખુશ્બૂ કુમારીએ જણાવ્યું કે, મારા પિતાજી હોત તો આ કાર્યક્રમ (ચહક)ને જોઇને ખૂબ ખુશ થતા અને મને ડાંસ કરવા માટે પ્રેરિત કરતા. મારા પતિ પણ સહયોગ કરે છે. સરકારના ચહક કાર્યક્રમમાં બાળકોની ઉપસ્થિતિ વધારવા માટે કામ કરું છું. ખુશ્બૂએ X પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, માત્રાનું જ્ઞાન, બાળકોની સમજથી સારી રીતે વિકસિત થાય. તેના માટે આપણને પણ ક્યારેક ક્યારેક બાળક બનવું પડે છે અને બાળક બનીને બાળકોને ભણાવવા અને શીખવા શીખવવાની પ્રક્રિયામાં મદદ કરવાનું અત્યંત આનંદની અનુભૂતિ આપે છે.

error: Content is protected !!