fbpx

પ્રાંતિજ જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા આરતી યોજાઈ

Spread the love

પ્રાંતિજ જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા આરતી યોજાઈ
– શ્રાવણ ના બીજા સોમવાર ને લઈ ને મહા આરતી યોજાઈ
– શિવભકતો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– ત્રીસ દિવસ સુધી ફરારી પ્રસાદ નુ આયોજન કરવામા આવ્યુ છે
                     
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ને લઈ ને બીજા સોમવાર ના દિવસે મહા આરતી નુ આયોજન કરવામા આવ્યુ


   
પ્રાંતિજ બજાર વિસ્તાર મા આવેલ જબરેશ્વર મહાદેવ મંદિર ને શ્રાવણ વદ સાતમના દિવસે ૧૧૯ વર્ષ પૂર્ણ થયા અને દરવર્ષ ની જેમ આ વર્ષેપણ શ્રાવણ માસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે અને પવિત્ર શ્રાવણ માસને લઈ ને ૩૦ દિવસ સુધી ફરારી પ્રસાદ નુ મંદિર વ્યવસ્થાપકો તથા મંદિર ના પુજારી મુકેશભાઇ પ્રવિણ રાવલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ રહ્યુ છે જેમા મંદિર ખાતે રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત દરરોજ શિવલીંગ ને જુદીજુદી રીતે શણગાર કરવામા આવે છે તો શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે મંદિર ખાતે મહા આરતી નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા શિવ ભક્તો સહિત આજુબાજુમા રહેતા ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો મંદિર ખાતે જયદીપ ભાઇ પંચાલ  , રાજેશભાઇ ટેકવાણી  , નિખિલ ભાઇ સોની , રાજુભાઇ સાધુ , કુશવભાઇ બ્રહ્મભટ્ટ , કરણ સોની દ્રારા સુંદર આયોજન કરવામા આવે છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!