રાજકોટમાં 25 મે 2024ના દિવસે TRP ગેમ ઝોનમાં આગની ઘટનાને હજુ 3 મહિના પણ થયા નથી અને ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જેલમાં છે ત્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર બનેલા અનિલ મારુ 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના રંગે હાથે પકડાઇ ગયો છે.
રાજકોટ પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે હજુ થોડા દિવસ પહેલા જ નિમાયેલા અનિલ મારુએ બેશરમ બનીને એક વ્યક્તિને ફાયર NOC આપવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 1.20 લાખ મારુને મળી ગયા હતા અને બાકીની રકમ પાંચ દિવસ પછી આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ ACBને જાણ કરી દેતા અનિલ મારું છટકામાં સપડાઇ ગયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લાં 1 વર્ષમાં અનેક અક્ષમ અધિકારીઓને ઘર ભેગા કર્યા છે. આવા અધિકારીને પણ ઘરે બેસાડી દેવા જોઇએ.