fbpx

‘પાક. બનાવવામાં તેમના પિતાનું યોગદાન’ સાંભળતા જ જાવેદ અખ્તરને ગરમ થઈ ગયા

Spread the love

સંગીતકાર અને લેખક જાવેદ અખ્તરે ‘શોલે’, ‘દીવાર’, અને જંજીર’ જેવી ઘણી આઇકોનિક ફિલ્મો લખી છે. બોલિવુડના દશકો પોતાના કામથી એકથી એક ચઢિયાતી ફિલ્મો અને ગીત આપી ચૂકેલા જાવેદ અખ્તર હાલમાં જ સોશિયલ મીડિયા પર ખૂબ રોષે ભરાયેલા નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે જાવેદને તેમની ફની પોસ્ટ પર ટ્રોલ કરવાના શરૂ કર્યા અને તેમના પિતાની દેશભક્તિ પર સવાલ ઊભા કરી દીધા. જાવેદ અખ્તરે એ યુઝરને પૂરી ગરમી સાથે હવાબ આપવામાં કોઇ કમી ન છોડી.

અમેરિકાની ચૂંટણી પર એક ફની પોસ્ટ કરતા જાવેદે લખ્યું કે, હું પોતાના છેલ્લા શ્વાસ સુધી ભારતનો એક પ્રાઉડ નાગરિક છું અને હંમેશાં રહીશ, પરંતુ જો બાઇડેન અને મારામાં એક કોમન ફેક્ટ છે. USAના આગામી રાષ્ટ્રપતિ બનવાનો અમારો ચાંસ એકદમ બરાબર છે.’, પરંતુ આ પોસ્ટનો માહોલ એક યુઝરની કમેન્ટ બાદ બગડ્યો, જેમાં તેણે જાવેદ અખ્તરના ધર્મને ટારગેટ કરતા લખ્યું કે, પાકિસ્તાન બનાવવામાં તેમના પિતાનું મોટું યોગદાન હતું. આ યુઝરે હદ પાર કરતા જાવેદ અખ્તરને ગદ્દારના પુત્ર પણ કહી નાખ્યા.

આ યુઝરેને બેવકૂફ કહેતા તેણે પોતાના ખાનદાનના વારસાની યાદ અપાવી દીધી. તેમણે લખ્યું કે, મને ખબર નથી તું એકદમ અભણ છે કે પૂરી રીતે બેવકૂફ. 1857માં અમારો પરિવાર સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો રહ્યો છે અને જેલ અને કાળા પાણીએ જઇ ચૂક્યો છે, પૂરી સંભાવના છે કે કદાચ ત્યારે તારા બાપ-દાદા અંગ્રેજ સરકારના બૂટ ચાંટતા રહ્યા હોય. આ વાત અહી જ ન રોકાઇ, બીજા એક યુઝરે આ વાતચીત વચ્ચે કૂદતા જાવેદ અખ્તરને સવાલ કર્યો કે તેમના કયા પૂર્વજ સ્વતંત્રતા સંગ્રામમાં લડતા કાળા પાણી ગયા હતા?

તેના જવાબમાં જાવેદ અખતરે લખ્યું કે, મારા પરદાદા ફજલે હક ખૈરાબાદીને 1859માં કોલકાતાથી ફાયર ક્વીન નામના એક જહાજથી અંદામાન મોકલવામાં આવ્યા હતા. તેમણે એક પુસ્તક લખ્યું હતું ‘બાગી હિન્દુસ્તાન.’ હવે તેનું અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવી રહ્યું છે. તેમની કબર આંદામાનમાં છે. તેમની બાબતે ગૂગલ કરો. ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તરના પિતા જાં નિસાર અખ્તર હિન્દુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંગીતકાર અને ઉર્દૂ કવિ હતા. તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ મૂવમેન્ટનો હિસ્સો પણ હતા. જાવેદના પરદાદા ફજલે હકને અંદામાન આઇલેન્ડમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી, જ્યાં તેઓ 22 મહિના રહ્યા હતા.

error: Content is protected !!