fbpx

પ્રાંતિજ તથા તાલુકામાં મા દશામાની મૂર્તિ ઓનુ વાજતે -ગાજતે વિસર્જન કરવામાં આવ્યું  

Spread the love

પ્રાંતિજ તથા તાલુકામાં મા દશામાની મૂર્તિ ઓનુ વાજતે -ગાજતે વિસર્જન કરવામાં આવ્યું  

– હજારો ની સંખ્યામાં મા દશામાની મૂર્તિ ઓનુ વિસર્જન  

                                 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં  મા દશામાના દશ દિવસ ના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાજતેગાજતે મા દશામાની મૂર્તિ ઓનુ વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેરઠેર કરવામાં આવ્યું હતું  

પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિ નું દશ દિવસ માટે પોતાના ધરે સ્થાપણ કરી દશ દિવસ ઉપાસ કરી સવાર સાંજ માંની આરતી ઉતારી માને ભાવતાં ભોજન સહિત પ્રસાદ અર્પણ કરી માને રીઝવતા હોયછે અને માંના આશીર્વાદ લેતા હોયછે જયારે દશમાં દિવસે આખીરાત જાગરણ કરી વહેલી સવારે મા દશામાની મૂર્તિ નું તળાવ કે નદીમાં પધરામણી કરી વ્રત નું સમાપન કરેછે ત્યારે પ્રાંતિજ સહિત પંથક માં ઠેરઠેર તળાવ બોખ નદીમાં મા દશામાની મૂર્તિ  વિસર્જન કાર્યક્રમો યોજાયા હતાં જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવીહતી  જયારે મંદિર ના વિશાળ ચોકમાં મહિલાઓ  દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી  જયારે   મા દશામાના મંદિર ના વ્યવસ્થા સ્થાપક નિત્યાનંદ ભાઇ દ્વારા મૂર્તિ વિસર્જન માટે  સુંદર વ્યવસ્થા કરવામાં આવીહતી ત્યારે  પ્રાંતિજ પોલીસ  દ્વારા પણ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેમાટે પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો  

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!