fbpx

અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, આ તારીખ સુધી તો જેલમાં જ રહેવું પડશે

Spread the love

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલની બહાર આવવાની આશાઓ પર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી દીધું છે. કેજરીવાલની મુશ્કેલી ઓછી નથી થઇ. કેજરીવાલની જામીન ઇરજી પર સુપ્રીમ કોર્ટે રાહત ન આપી.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા પછી કેજરીવાલને પણ જામીન મળી જશે એવી ચર્ચા ચાલતી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબાઆઇના કેસ સામે કેજરીવાલની જામીન માંગતી અરજી કરી હતી અને સિસોદીયાની જેમ જામીન આપવાની દલીલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. હવે વધારે સુનાવણી 23 ઓગસ્ટના દિવસે થવાની છે. એટલે 23 તારીખ સુધી તો તેમને જેલમાં જ રહેવું પડશે.

અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી કથિત શરાબ કૌભાંડના કેસમાં તિહાર જેલમાં છે અને ED અને CBI બંને સરકારી એજન્સીઓએ કેસ કરેલાં છે.

error: Content is protected !!